________________
ગાથા-૭૭
પ૭પ વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, મુક્ત, સકળકમરહિત દશાવાનને ઈશ્વર તરીકે માનવામાં આવે છે. ઈશ્વરનું આવું સર્વમાન્ય સ્વરૂપ છે.
જો ઈશ્વરની આવી શુદ્ધ, પૂર્ણ, કૃતકૃત્ય દશા હોય તો તે જગત શા માટે રચે? તેને જગત રચવાની શું જરૂર હતી? જે પૂર્ણાનંદમાં સ્થિત છે તથા જેમને કંઈ કરવું બાકી રહ્યું નથી એવા કૃતકૃત્ય ઈશ્વરને જગત રચવાની શું આવશ્યકતા હતી? બુદ્ધિમાન માનવોની જે પણ પ્રવૃત્તિ હોય તે ઇષ્ટને પ્રાપ્ત કરવા માટે હોય કાં અનિષ્ટને દૂર કરવા માટે હોય. આ બન્નેમાંથી ગમે તે એક કારણે પ્રવૃત્તિ હોય. પરંતુ જેમને હવે કોઈ ઇચ્છા જ નથી એવા ઈશ્વરને ઇષ્ટ મેળવવાની ઇચ્છા કે અનિષ્ટ દૂર કરવાની ઇચ્છા પણ શી રીતે ઘટે? અને તેવા પ્રયોજન વગર જગતનું નિર્માણ કરવાની પ્રવૃત્તિ પણ ઈશ્વર શા માટે કરે?
- જો કોઈ એમ કહે કે ઈશ્વરને એવી ઇચ્છા થઈ કે છોડë વ૬ચામ', અર્થાત્ હું એક છું તો બહુ થાઉં' અને તેથી ઈશ્વરે જગત રચ્યું તો એ વાત યુક્તિયુક્ત નથી, કારણ કે જે પૂર્વ અવસ્થામાં અસંતુષ્ટ કે દુ:ખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છ. પહેલી અવસ્થામાં કંઈક દુઃખ હોય તો જ બીજી અવસ્થા ધારણ કરવાની ઇચ્છા થાય છે. ઈશ્વર જ્યારે પ્રથમ એકલો જ હતો ત્યારે તેને શું દુઃખ હતું કે જેથી આ પ્રમાણે અનેકરૂપ થવાની ઇચ્છા થઈ? ઈશ્વરે એકરૂપમાંથી બહુરૂપ થવાની ઇચ્છા કરી તો તેને એકરૂપ અવસ્થામાં શું દુ:ખ હતું? શું પૂર્વાવસ્થા સારી ન હતી કે બીજી અવસ્થામાં આવવાની ઇચ્છા થઈ?
અહીં કોઈ એમ દલીલ કરે છે કે ઈશ્વરને કોઈ દુ:ખ તો હતું નહીં, પણ તેને એવું કુતૂહલ ઊપજ્યુ, તેણે પોતાની મેળે કૌતુક કર્યું. આ દલીલની સામે એમ કહી શકાય કે સુખની જેને વિશેષ અભિલાષા હોય તે જ કૌતુક કરે છે. ઈશ્વરે કૌતુક કર્યું તો શું ઈશ્વરને પ્રથમ થોડું સુખ હતું? અને પછી બહુરૂપે થતાં શું વિશેષ સુખ થયું? ઈશ્વર પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તો શા માટે તે અવસ્થા બદલે? જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી વધારે સુખ મળવાનું હોય તે જ એવું કુતૂહલ કરવા માટે વિચારે; પણ ઈશ્વર એકરૂપથી બહુરૂપ થતાં વધુ સુખી થવો સંભવે નહીં, કારણ કે તે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોવાથી અન્ય કોઈ પણ અવસ્થાથી પહેલાં કરતાં વધુ સુખી થઈ શકે નહીં. પૂર્વની અવસ્થા સુખરૂપ હોવા છતાં બીજી તેના કરતાં વધારે સારી - સુખરૂપ અવસ્થા હોય તો કુતૂહલ કરવાનું મન થાય, પણ ઈશ્વરને તેમ હોવું અશક્ય છે. પ્રયોજન વગર કોઈ પણ કાર્ય બને નહીં એ સિદ્ધાંત છે. હવે ઈશ્વરને બહુરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ, માટે બહુરૂપે પ્રગટ થયા તે પહેલાં તે દુઃખી હતો એ તથ્ય સ્પષ્ટ થાય છે. કંઈ કરવાની ઇચ્છા થવી તે વ્યાકુળતા સૂચવે છે અને જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org