________________
ગાથા-૬૫
३४७
આમ, આ ગાથામાં શ્રીગુરુએ આત્માની નિત્યતા સિદ્ધ કરવા અર્થે, આત્માનું અનુત્પનપણું દર્શાવવા એ અચળ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે કે જડ એવા પુદ્ગલાદિ દ્રવ્યથી ચેતન એવો આત્મા ઊપજે અને ચેતન એવા આત્માથી જડ એવાં પુદ્ગલાદિ દ્રવ્ય ઊપજે એવો અનુભવ ક્યારે પણ કોઈને થાય નહીં, કારણ કે દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થઈ શકે જ નહીં. નહીં જાણનાર પદાર્થોથી જાણપણું ઉત્પન્ન થાય અને જાણનાર પદાર્થોથી જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો કોઈને, ક્યારે પણ, કદી પણ અનુભવ થતો નથી. અસંખ્ય વર્ષે પણ જડ પદાર્થોમાંથી જીવ ઉત્પન્ન થયો હોય એમ અનુભવમાં આવતું નથી, તેમ ચેતન પણ ચેતન મટી જડ થઈ ગયું હોય એવું પણ જોવા મળતું નથી. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે -
કોઈ પશુ, પંખી, જંતુ મરી જાય અને તેનું શરીર પડ્યું રહે તો આપણે એમ માનીએ કે થોડી વાર પહેલાં આ હાલતું-ચાલતું હતું ને હવે જડ થઈ ગયું. પણ એમ નહીં. એ જડ થઈ નથી ગયું, જડ રહી ગયું. ચેતન એમાં હતું એ ચાલ્યું ગયું, એટલે જડ શરીર પડી રહ્યું. ચેતન અને જડ જુદાં થઈ ગયાં.૧
જડથી ચેતન કે ચેતનથી જડ બની કે ઊપજી શકે નહીં, કારણ કે તે બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ સ્વતંત્ર છે, તેમજ તે બને ત્રિકાળ રહે છે. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદાકાળ ચેતનરૂપે રહે છે. જીવ, પુદ્ગલ વગેરે જે છ દ્રવ્યો છે, તેમાંના એક પણ દ્રવ્યમાંથી ક્યારે પણ બીજું દ્રવ્ય ઊપજતું નથી. તેથી અહીં કહ્યું કે એવો અનુભવ “ક્યારે કદી” અર્થાત્ ત્રણે કાળમાં, “કોઈને' અર્થાત્ જ્ઞાની કે અજ્ઞાની - કોઈને પણ થાય નહીં. વસ્તુતઃ જડ કે ચેતન બન્ને દ્રવ્યની ઉત્પત્તિ થતી જ નથી, કારણ કે દ્રવ્યનું અસ્તિત્વ સ્વતઃ છે, સહજ છે. દ્રવ્યમાત્ર પરિણમન પામે, પણ ઉત્પન્ન કે નાશ થાય નહીં. પદાર્થનું પરિણમન થઈ શકે, પણ એનું બંધારણ કોઈ પણ વખત બદલાઈ શકે નહીં. જડનું પરિણમન જડરૂપે અને ચેતનનું પરિણમન ચેતનરૂપે જ થાય. પદ્રવ્યરૂપ પરિણમન કોઈ પણ દ્રવ્યમાં ક્યારે પણ થઈ શકે નહીં.
આ પ્રમાણે શ્રીગુરુએ શિષ્યની આત્માના નિત્યત્વ વિષેની શંકાનું સચોટ સમાધાન આપ્યું છે. શિષ્યની શંકા હતી કે આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગે નાશ પામે છે. જેમ એક કપડું તંતુઓ (સુતર)ના જોડાણથી બને છે ત્યારે તેનામાં સુતરની સફેદી આવે છે, તેમ ભૂતોના મિશ્રણમાંથી બનેલા દેહમાં ચેતના ઊપજે છે. જ્યારે એ કપડું બળી જાય છે ત્યારે તે કપડાંની સાથે તેની સફેદી પણ બળી જાય છે, પછી કંઈ રહેતું નથી; તેમ શરીર ભૂતમાં વિલીન થઈ જતાં ચેતનાશક્તિ પણ નષ્ટ થઈ જાય છે, પછી આત્મા જેવું કાંઈ રહેતું નથી. મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવનાર કોઈ તત્ત્વ જ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું' , ભાગ-૨, પૃ.૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org