________________
३४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નથી, તેથી ભવાંતર પણ નથી.
શ્રીગુરુ તેની આ માન્યતાની અયથાર્થતા દર્શાવતાં જણાવે છે કે જડમાંથી ચેતન કે ચેતનમાંથી જડની ઉત્પત્તિ ત્રણે કાળમાં થતી ન જ હોવાથી દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માનાં ઉત્પત્તિ-લય માનવાં અયુક્ત છે. ભૂતોના મિશ્રણમાંથી બનેલા દેહમાં આત્મા ઊપજતો નથી અને દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. આત્મા એ દેહથી ભિન, સ્વતંત્ર, નિત્ય, શાશ્વત દ્રવ્ય છે. દેહ ઉત્પન્ન થાય છે માટે નાશ પામે જ છે. આત્મા અનુત્પન છે, માટે અવિનાશી છે, શાશ્વત છે. દેહની ઉત્પત્તિ પહેલાં અને નાશ પછી પણ તેનું અસ્તિત્વ હોય છે, તેથી એમ કહેવું યોગ્ય નથી કે આત્મા શરીરના સ્થિતિકાળ સુધી જ રહે છે. યોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તે નાશ પામે છે એ માન્યતા બિલકુલ મિથ્યા છે. શ્રી ગિરધરભાઈ આ ગાથાની પાદપૂર્તિ કરતાં લખે છે –
‘જડથી ચેતન ઊપજે, તે કોઈ રીતે ન મનાય; અગ્નિથી જળ વરસવું, એ તો ઘટે ન જાય. જો વંધ્યાથી પુત્ર તો, ચેતનથી જડ થાય; દોષ અસંભવ સર્વથા, વૃથા અનંત ઉપાય. ગગન પુષ્પને ગૂંથીને, કંઠ ધરી વરમાળ; એવો અનુભવ કોઈને, થયો નહીં કોઈ કાળ. એ રીતે જડથી કદી, ચેતનપણું ન પમાય; ચેતન તે જડરૂપ પણ, ક્યારે કદી ન થાય.''
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯-૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ , ગાથા ૨૫૭-૨૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org