________________
૩૪૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોય; અર્થાત્ સજાતીય કારણથી સજાતીય કાર્ય ઉત્પન્ન થાય છે. તે વિજાતીય કાર્યનું કારણ કદાપિ થઈ શકતું નથી. જેવું કારણ હોય છે તેવું કાર્ય હોય છે. શરીર ભૂતોનું કાર્ય છે, તેથી શરીરમાં વર્ણાદિ ગુણધર્મો દેખાય છે. ચૈતન્યમાં વર્ણાદિ ગુણધર્મોનો અભાવ છે, તેથી તે ભૂતોનું કાર્ય નથી.'
પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ બે કારણોથી થાય છે - એક ઉપાદાન અને બીજું સહકારી. ઉપાદાનકારણ તે હોય છે જે સ્વયં કાર્યરૂપે પરિણત થઈ જાય છે. જેમ ઘટનું ઉપાદાનકારણ માટી છે. માટી જ ઘટાકાર થાય છે. ઉપાદાનકારણ અને કાર્યની એક જ જાતિ હોય છે. સહકારી કારણ તે છે જે કાર્યની ઉત્પત્તિમાં સહાયતા કરે છે. જેમ ઘટની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ સહકારી કારણ છે. હવે વિચાર એ કરવાનો છે કે ગર્ભાવસ્થામાં જે ચૈતન્ય આવ્યું તેનું ઉપાદાનકારણ શું છે? તેનું ઉપાદાનકારણ પૃથ્વી આદિ ભૂત ન હોઈ શકે, કારણ કે ભૂત ચૈતન્યથી વિજાતીય છે અને વિજાતીયોમાં ઉપાદાન-ઉપાદેયભાવ નથી હોતો.
ચૈતન્ય અને ભૂતો વિજાતીય હોવાથી તેમાં ઉપાદાન-ઉપાદેયભાવ હોઈ શકતો નથી. તે વિજાતીય હોવાનું કારણ એ છે કે એ બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રાપ્ત થાય છે તે ભૂત છે અને જેમાં જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે તે ચૈતન્ય છે. ભૂતોમાં જ્ઞાન-દર્શન પ્રાપ્ત થતાં નથી. સ્પર્ધાદિ ઇન્દ્રિયગોચર છે, જ્યારે જ્ઞાન-દર્શન ઇન્દ્રિયાતીત છે. જ્ઞાન-દર્શન જો ભૂતોના ગુણ હોત તો રૂપ, રસ આદિની જેમ જ્ઞાન-દર્શન આદિનું પણ પ્રત્યક્ષ થાત. તેથી એમ માનવું ઘટે છે કે જ્ઞાનદર્શન પૃથ્વી આદિ ભૂતોનાં લક્ષણ નથી, પરંતુ ચૈતન્યનાં લક્ષણ છે. ભૂત અને ચૈતન્ય બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન હોવાથી તેમાં સજાતીયતા સિદ્ધ નથી થઈ શકતી. ભૂત અને ચૈતન્ય વિજાતીય છે અને તેથી ભૂતસમુદાય ત્રિકાળમાં ચૈતન્યનું ઉપાદાનકારણ થઈ શકતું નથી. ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. અચેતન ભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી, પણ અચેતન ભૂતોથી અચેતન શરીરાદિની ઉત્પત્તિ થાય છે.
આમ, ભૂતસમુદાયને ચૈતન્યનું ઉપાદાનકારણ માનવું ઉચિત નથી. ચૈતન્ય આગલા ભવમાંથી આવ્યું છે અને તે ચૈતન્ય જ એક ભવથી બીજા ભવમાં જાય છે. જીવ મરીને એક ભવમાંથી બીજા ભવમાં જાય છે. પ્રત્યેક ભવમાં નવા નવા ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી, તેથી આત્મા નિત્ય છે. આત્માની નિત્યતા કોઈ પણ પ્રમાણથી વિરોધ પામતી ન હોવાથી આત્માની નિત્યતા અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૩૯
'शरीरारम्भकानेकभूतकार्यं न चेतनः । तेषामचेतनत्वेन हेतुत्वं नैव चेतने ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org