________________
૫૬.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
ઉપનિષદોમાં, જૈન આગમ સૂત્રોમાં અને બૌદ્ધ પિટકોમાં ચાર કે પાંચ મહાભૂતને આત્મા માનનાર આ મતનો પૂર્વપક્ષરૂપે ઉલ્લેખ થયેલો છે. ‘શ્વેતાશ્વર ઉપનિષદ્'માં વિશ્વના મૂળ કારણની પૃચ્છા કરતી વખતે એક કારણ તરીકે ભૂતોનો નિર્દેશ છે.૧ ‘બૃહદારણ્યક ઉપનિષદ્'માં વિજ્ઞાનઘન એવા ચૈતન્યનો ભૂતોથી ઉત્થિત થઈ તેમાં જ વિલય પામવાનો નિર્દેશ છે. ૨ વિજ્ઞાનઘન એવું ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં જ વિલીન થાય છે - એવા પૂર્વપક્ષનું મંડાણ કરીને પછી તેનું ખંડન કર્યું છે. જૈન આગમોમાં પાંચ ભૂતમાંથી જીવ જન્મે છે એવા ચાર્વાકમતનો નિર્દેશ છે. બૌદ્ધ સાહિત્યમાં પણ એવા દાર્શનિકોનો ઉલ્લેખ છે કે જેઓ ચાર તત્ત્વોથી ચેતનાની ઉત્પત્તિ માનતા હતા. બૌદ્ધ પિટકમાં અજિતકેસકમ્બલીનો મત નોંધાયેલ છે, જે એમ માનતો હતો કે ચાર ભૂતોમાંથી પુરુષ ઉત્પન્ન થયેલ છે. આ ઉલ્લેખો ઉપરથી એમ ફલિત થાય છે કે ભૂતકાળમાં ચૈતન્ય અથવા જીવને માત્ર ભૂતોનું પરિણામ અથવા કાર્ય માની, તેના આધારે જીવનવ્યવહાર ગોઠવનારાઓનું પ્રાબલ્ય હતું. લોકોમાં એ વિચારની છાપ ઊંડી હશે, તેથી જ એ મતને આગળ જતાં લોકાયત તરીકે નિર્દેશવામાં આવ્યો છે.
બૌદ્ધોના દીઘનિકાય' ના પાયાની સુત્તમાં અને જૈનોના ‘શ્રી રાયપાસેણદય સૂત્ર'માં નાસ્તિક રાજા પાયાસી - પએસી (પ્રદેશી)એ શરીરથી જીવ જુદો નથી એ સિદ્ધ કરવા જે પ્રયોગો કર્યા હતા, તેની વિસ્તૃત નોંધ મળે છે. પ્રદેશી રાજાએ આત્માની શોધ કરવા જે જુદી જુદી પરીક્ષાઓ કરી હતી, તેના ઉપરથી જણાય છે કે ભૂતોની જેમ આત્માને પણ ઇન્દ્રિયોનો વિષય માનીને તે આત્માને શોધતો હતો. આત્માને પણ એક ભૌતિક તત્ત્વ માનીને જ તે શોધ ચલાવતો હતો અને તેથી જ તેને સફળતા મળતી ન હતી. આના ઉપરથી પણ જણાય છે કે આત્માને ભૌતિક પદાર્થ માનીને તેના વિષે વિચાર કરનારા પ્રાચીન કાળમાં પણ હતા.
ભૂતાત્મવાદીઓનું માનવું છે કે પૃથ્વી આદિ ચાર કે પાંચ ભૂતોના સંયોગથી માનવશરીર ઉત્પન્ન થાય છે. એ શરીર તે જ આત્મા અથવા જીવ છે. તેઓ ભૂતસમુદાયરૂપ શરીરને જ આત્મા માને છે. પૃથ્વી આદિ ચાર ભૂત કે પંચ ભૂત કાયાકારે પરિણમે છે અને તે કાયાકારપરિણત ભૂતો દ્વારા ભૂતોથી અવ્યતિરિક્ત (જુદો નહીં એવો) એક ચિતૂપ આત્મા ઉત્પન્ન થાય છે. ભૂતોથી વ્યતિરિક્ત બીજો કોઈ પરપરિકલ્પિત, પરલોકાનુયાયી, સુખ-દુ:ખનો ભોક્તા એવો જીવ નામનો પદાર્થ નથી, કારણ કે જીવ એ ભૂતોનું કાર્ય છે. કારણરૂપી માટીથી ઉત્પન્ન થતું ઘટરૂપ કાર્ય જેમ માટીથી ૧- જુઓ : ‘શ્વેતાશ્વર ઉપનિષદ્', ૧-૨ ૨- જુઓ : 'બૃહદારણ્યક ઉપનિષદ્', ૨-૪-૧૨ ૩- જુઓ : ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ૧-૧-૧-૭-૮ ૪- જુઓ : ‘દીઘનિકાય', ૨-૪-૨૧-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org