________________
ગાથા-૪૬
૫૫ આવ્યું છે, ત્યાં સર્વ પ્રથમ અન્નમય આત્માનો પરિચય આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે અન્નથી પુરુષ ઉત્પન્ન થાય છે, તેની વૃદ્ધિ પણ અન્નથી થાય છે અને તેનો લય પણ અન્નમાં થાય છે. આમ, પુરુષ અન્નમય છે. આ વિચારણા દેહને આત્મા માનીને થયેલી છે. ૧
આ મંતવ્યને પ્રાકૃત-પાલિ ગ્રંથોમાં ‘તજીવતછરીરવાદ' તરીકે ઓળખાવવામાં આવ્યું છે અને દાર્શનિક સૂત્રકાળમાં દેહાત્મવાદ' તરીકે નિર્દેશવામાં આવ્યું છે. શરીર તે જ આત્મા છે અને આત્મા તે જ શરીર છે એમ માનનારા તજીવનચ્છરીરવાદી કહેવાય છે. તજીવતછરીરવાદનો અર્થ એ જ થાય છે કે જીવ અને શરીર એ બન્ને અભિન્ન છે. મહાત્મા બુદ્ધે પોતાના અવ્યાકૃત પ્રશ્નોમાં તજીવતચ્છરીરવાદને પણ લીધો છે અને કહ્યું છે કે જીવ અને શરીર ભિન્ન છે એ જેમ એક અંત છે, તેમ એ બન્ને અભિન્ન છે એ પણ એક અંત હોવાથી તે અવ્યાકૃત છે.
જૈનોના શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર'માં તજીવતછરીરવાદીનો પૂર્વપક્ષ તરીકે ઉલ્લેખ છે. તેના પંડરિક અધ્યયનમાં તજીવતછરીરવાદીના મતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે. જેમ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકાય છે, હથેળીમાં આમળું જુદું બતાવી શકાય છે, તલમાંથી તેલ જુદું કાઢીને બતાવી શકાય છે, દહીંમાંથી માખણ જુદું કાઢીને બતાવી શકાય છે; તેમ આત્માને શરીરમાંથી જુદો કાઢીને બતાવી શકાતો નથી. શરીર ટકે છે ત્યાં સુધી જ તે ટકી રહે છે અને શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે, તેથી શરીર જ જીવ છે. ૨
દેહાત્મવાદીઓ પોતાના મતના સમર્થનમાં આ પ્રકારની દલીલો કરે છે. તેઓ શરીરથી પૃથક્ એવા આત્માનો સ્વીકાર કરતા નથી. તેમના મત અનુસાર આત્મા જેવું કોઈ ચૈતન્ય અને સ્વયંપ્રકાશક તત્ત્વ છે જ નહીં. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જ સાચું છે. પ્રત્યક્ષ દ્વારા ચૈતન્યનું ભાન થાય છે, પણ તેથી કાંઈ ચૈતન્ય એ અભૌતિક એવા કોઈ આત્મતત્ત્વનો ગુણ છે એમ માનવાની જરૂર નથી, કારણ કે ચૈતન્યવિશિષ્ટ શરીર એ જ આત્મા છે.
તજીવતચ્છરીરવાદનો પ્રારંભ કોણે અને ક્યારે કર્યો તે અજ્ઞાત છે, પરંતુ આ મતને અનુસરનારા અનેક લોકો હતા. પ્રાચીન કાળમાં આ દેહાત્મવાદ જેવો જ ચાર અથવા પાંચ ભૂતને આત્મા માનનારાનો વાદ પણ પ્રચલિત હતો. જેમ તજીવતસ્કરીરવાદીનો મત નોંધાયેલો છે, તેમ તેના જેવો, ચાર અથવા પાંચ ભૂતોના સંઘાતથી પ્રગટનાર ચૈતન્યને જ માનનાર ભૂતાત્મવાદ પણ પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતો હતો. ૧- જુઓ : ‘તૈત્તિરીય ઉપનિષદ્', ૨-૧-૨ ૨- જુઓ : ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ૨-૧-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org