________________
૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચાર્વાક દર્શન ટેકો આપતું નથી. તેના મત અનુસાર તો માનસપ્રત્યક્ષ દ્વારા આંતરિક ભાવોનું જ્ઞાન મળે છે અને ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા શરીરથી બાહ્ય એવા પદાર્થો વિષે જ્ઞાન મળે છે, પરંતુ શરીરથી ભિન્ન કોઈ આત્મા હોઈ શકતો નથી. આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે જ નહીં. ચૈતન્યતા શરીરથી ભિન્ન છે જ નહીં. ચૈતન્ય આત્માનો ધર્મ નથી, શરીરનો જ ધર્મ છે. ચૈતન્યયુક્ત શરીર એ જ આત્મા છે.
સ્વતંત્ર આત્મદ્રવ્યનો અભાવ માનતા હોવા છતાં આત્મા, ચેતના વગેરે શબ્દો ચાર્વાક દર્શન વાપરે છે. ચાર્વાક દર્શનમાં ‘આત્મા' શબ્દથી તેને શું અભિપ્રેત છે તે વિષે અહીં સંક્ષેપમાં વિચારીએ. આ અંગે ચાર્વાક દર્શનમાં ભિન્ન ભિન્ન મત ધરાવનારા કેટલાક પક્ષો છે. તે આ પ્રમાણે – (૧) દેહાત્મવાદ - દેહ એ જ આત્મા.
ભૂતાત્મવાદ - પૃથ્વી આદિ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલ ચૈતન્યશક્તિ તે આત્મા. (૨) ઇન્દ્રિયાત્મવાદ - ઇન્દ્રિય એ જ આત્મા. (૩) પ્રાણમયાત્મવાદ - શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ એ જ આત્મા. (૧) દેહાત્મવાદ - ભૂતાત્મવાદ
આત્મા સંબંધી વિચારણાનાં જે ક્રમિક પગથિયાં મંડાયાં હશે તેનો ખ્યાલ ઉપનિષદો આપે છે. આત્મચિંતનના ક્રમિક સોપાનનું ચિત્ર ઉપનિષદોમાં ઉપલબ્ધ થાય છે. બાહ્ય વિશ્વને ગૌણ કરીને પોતામાં જે ચૈતન્ય, અર્થાત્ વિજ્ઞાનની સ્તુતિ અનુભવાય છે તે કઈ વસ્તુ છે એની વિસ્તૃત વિચારણા ઉપનિષદોમાં કરવામાં આવી છે. અન્ય કોઈ પણ જડ વસ્તુમાં નથી એવી ફુર્તિનો અનુભવ પોતાના સમસ્ત શરીરમાં જ વિશેષરૂપે થતો હોવાથી, પોતાના દેહને જ આત્મા અથવા જીવ માનવા વિચારકનું મન લલચાય એ સ્વાભાવિક છે. આ રીતે પ્રથમ દેહાત્મવાદ અસ્તિત્વમાં આવ્યો.
- છાન્દોગ્ય ઉપનિષદ્'માં એક કથા આવે છે કે અસુરોમાંથી વૈરોચન અને દેવોમાંથી ઇન્દ્ર, પ્રજાપતિ પાસે આત્મવિજ્ઞાન લેવા માટે જાય છે. પાણીના કુંડામાં પડતાં તે બન્નેનાં પ્રતિબિંબને બતાવીને પ્રજાપતિએ પૂછ્યું કે શું દેખાય છે? તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે પાણીમાં નખથી માંડીને શિખ સુધીનું અમારું પ્રતિબિંબ દેખાય છે. પ્રજાપતિએ કહ્યું કે જેને તમે જુઓ છો તે જ આત્મા છે. આ સાંભળીને બને ચાલ્યા ગયા. વૈરોચને અસુરોમાં દેહ એ જ આત્મા છે એમ પ્રચાર કર્યો, પણ ઇન્દ્રને આનાથી સમાધાન થયું નહીં.'
‘તૈત્તિરીય ઉપનિષદ્' માં જ્યાં ક્રમપૂર્વક પૂલથી સૂક્ષ્મ આત્મસ્વરૂપ બતાવવામાં ૧- જુઓ : 'છાન્દોગ્ય ઉપનિષદ્', ૮-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org