________________
ગાથા - ૪૬
... ગાથા ૪૫માં શિષ્ય કહ્યું કે આત્મા દષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂપ ભૂમિકા
5] જણાતું નથી, તેમજ સ્પર્ધાદિ બીજી ઇન્દ્રિયોથી પણ તે જણાતો નથી, માટે જીવનું અસ્તિત્વ સંભવતું નથી.
આમ, આત્માના હોવાપણા વિષે પોતાના સંદેહનું કારણ જણાવી, તે સંબંધી બીજી એક દલીલ કરતાં શિષ્ય કહે છે -
“અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; ગાથા
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.' (૪૬) 2 અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા અર્થ
* શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી. (૪૬)
- પૂર્વોક્ત ગાથામાં દર્શાવેલી દલીલમાં શિષ્ય કહ્યું હતું કે આત્માનો ચક્ષુ નાલાય| આદિ ઇન્દ્રિયગમ્ય કોઈ પણ અનુભવ થતો નથી, તેથી તેનું હોવાપણું સંભવતું નથી. તેના અનુસંધાનમાં હવે શિષ્ય કહે છે કે આત્મા છે એમ જો માનવું જ હોય તો આ દેહ તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે જ આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા છે એમ માનવું જોઈએ. આ ત્રણેથી જુદો આત્મા છે એમ માનવું મિથ્યા છે, કારણ કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ - કોઈ જુદું ચિત્ર દેખાતું નથી.
શિષ્ય કહે છે કે દેહને જોતાં જ જીવંતતાનું જ્ઞાન થાય છે, તેથી દેહને આત્માનું નામ આપી શકાય; અથવા જાણવાનું કામ ઇન્દ્રિયો કરે છે, તેથી ઇન્દ્રિયને આત્મા કહી શકાય; અથવા ઇન્દ્રિયો કામ કરતી અટકે છતાં પણ શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી જીવ છે એમ માનવામાં આવે છે, તેથી શ્વાસને જ આત્મા માનવો જોઈએ. આ ત્રણ સિવાય ચેતનનું બીજું કોઈ ચિહ્ન દષ્ટિગોચર થતું નથી, અર્થાત્ દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી આત્માના ભિન્નપણાનું બીજું કોઈ લક્ષણ જણાતું નથી.
ચાર્વાક દર્શન જડવાદી છે. તે સ્વતંત્ર આત્મતત્ત્વમાં શ્રદ્ધા ધરાવતું નથી. '' આત્મતત્ત્વનું જ્ઞાન અંતરદૃષ્ટિ કેળવવાથી પ્રાપ્ત થઈ શકે છે એ વાતને
વિશેષાર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org