________________
ગાથા-૪૬
૫૭
જુદું નથી, તેમ કારણરૂપ ભૂતથી ઉત્પન્ન થતું ચૈતન્યરૂપ કાર્ય પણ ભૂતથી જુદું નથી; તેથી જીવ એ ભૂતવ્યતિરિક્ત આત્મા નથી, પણ ભૂતોની જ ચૈતન્યાભિવ્યક્તિ છે. તાત્પર્ય એ છે કે આત્મા એ ભૌતિક પદાર્થ છે, ભૂતવ્યતિરિક્ત કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. ભૂતોના વિશિષ્ટ સમુદાયથી જે વસ્તુ બને છે તેને જ આત્મા કહેવાય છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ રાસાયણિક મિશ્રણથી આત્માની ઉત્પત્તિ થાય છે. એ ભૂતોના સમુદાયના નારા સાથે આત્મા નામની વસ્તુનો પણ નાશ થઈ જાય છે.
મનુષ્યમાં જ્યાં સુધી વિચારોનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તેની દૃષ્ટિ બહાર રહે છે અને જ્યાં સુધી તેની બહાર દૃષ્ટિ છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો વડે ચાહ્ય એવાં તત્ત્વોને જ મૌલિક માનવા પ્રેરાય છે. એ જ કારણ છે કે ઉપનિષદોમાં એવા ઘણા ચિંતકોનો ઉલ્લેખ મળે છે કે જેમના મત અનુસાર જળ, વાયુ જેવા ઇન્દ્રિયગ્રાહ્ય ભૂતો વિશ્વના મૂળમાં મનાય છે. આત્માને તેમણે મૂળ તત્ત્વોમાં સ્થાન આપ્યું નથી. (૨) ઇન્દ્રિયાત્મવાદ
ચાર્વાક દર્શન માનનારામાંથી કેટલાક લોકો ઇન્દ્રિયોને આત્મા માનનારા હતા. કેટલાક વિચારકોને દેહ એ જ આત્મા છે એ વાત માન્ય ન હોવાથી તેમણે ઇન્દ્રિયોને જ આત્મા માન્યો હતો. શરીરમાં થતી ક્રિયાઓમાં જે સાધનો છે તેમાં ઇન્દ્રિયો સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કેટલાક વિચારકોનું ધ્યાન તે તરફ જાય અને ઇન્દ્રિયોને જ આત્મા માનવા પ્રેરાય એ સ્વાભાવિક છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અને જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જ થતું જણાય છે. ઇન્દ્રિય કાર્ય કરતી અટકી જાય તો તેના વિષયનું જ્ઞાન પણ અટકી જાય છે, તેથી ઇન્દ્રિયો જ આત્મા છે એવું માનવા કેટલાક વિચારકો પ્રેરાયા છે. બૃહદારણ્યક ઉપનિષદ્' માં ઇન્દ્રિયોની હરીફાઈનો ઉલ્લેખ છે અને તે જ સ્વયં સમર્થ હોય એવો દાવો રજૂ કરાયો છે. ૧ સાંખ્ય દર્શનના વિદ્વાન વ્યાખ્યાતા શ્રી વાચસ્પતિ મિશ્રે ઇન્દ્રિયોને પુરુષ માનનારાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે ઇન્દ્રિયાત્મવાદીઓ વિષેનો જ છે. આના ઉપરથી માની શકાય કે તે સમયમાં ઇન્દ્રિયોને આત્મા માનવાનું વલણ પણ ઘણાનું રહ્યું હશે. દાર્શનિક સૂત્રોના ટીકાકાળમાં એવા ઇન્દ્રિયાત્મવાદીઓનું ખંડન પણ કરવામાં આવ્યું છે, તેથી એમ માની શકાય કે તે વખતે પણ કેટલાકનો એવો મત અવશ્ય રહ્યો હશે. (૩) પ્રાણાત્મવાદ
ઉપનિષદમાં આવતી વૈરોચન અને ઇન્દ્રની કથા, જે દેહાત્મવાદમાં ચર્ચા છે, ૧- જુઓ : 'બૃહદારણ્યક ઉપનિષદ્', ૧-૫-૨૧ ૨- જુઓ : “સાંખ્યકારિકા', ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org