________________
૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમાં કહેવાયું છે કે દેહ એ જ આત્મા છે એ પ્રજાપતિના સ્પષ્ટીકરણમાં ઇન્દ્રને અસંતોષ હતો. તેથી એમ માની શકાય કે એ જમાનામાં માત્ર ઇન્દ્રને જ નહીં, પણ તેના જેવા ઘણા વિચારકોને એ પ્રશ્ન મૂંઝવ્યા હશે અને તેમની એ મૂંઝવણે જ તેમને આત્મતત્ત્વ વિષે વધુ વિચાર કરવા પ્રેર્યા હશે; અને ચિંતકોએ જ્યારે શરીરની ક્રિયાઓનું પરીક્ષણ કરવા માંડ્યું હશે ત્યારે પ્રાણ અર્થાત્ શ્વાસોચ્છવાસ તેમનું ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે. તેમણે જોયું કે નિદ્રામાં જ્યારે સર્વ ઇન્દ્રિયો પોતાનું કામ બંધ કરી દે છે ત્યારે પણ શ્વાસોચ્છવાસ તો ચાલુ જ હોય છે, માત્ર મૃત્યુ પછી જ એ શ્વાસોચ્છવાસ હોતો નથી. આથી તેમણે નક્કી કર્યું કે જીવનમાં પ્રાણ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણનું મહત્ત્વ સર્વાધિક છે, એટલે તેમણે જીવનની બધી ક્રિયાના કારણરૂપે પ્રાણને જ માન્યો; અર્થાત્ તેમણે પ્રાણને જ આત્મા માન્યો.
ચિંતકોએ દેહમાં સ્કુરાયમાન તત્ત્વને પ્રાણરૂપે ઓળખાવ્યું એટલે તેનું મહત્ત્વ બહુ જ વધી ગયું અને તેના વિષે વધારે વિચાર થવા લાગ્યો. ‘છાન્દોગ્ય ઉપનિષદ્' માં પ્રાણ માટે એમ કહેવામાં આવ્યું કે આ વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણ છે અને બૃહદારણ્યક ઉપનિષદ્'માં તો તેને દેવતાનો પણ દેવતા કહ્યો છે. પ્રાણ અર્થાત્ વાયુને આત્મા માનનારાઓનું ખંડન બૌદ્ધ ગ્રંથ 'મિલિન્દ પ્રશ્ન માં શ્રી નાગને કર્યું છે.?
આ પ્રમાણે આત્માને દેહરૂપ કે ભૂતાત્મક માનવામાં આવે, ઇન્દ્રિયરૂપ માનવામાં આવે અથવા તો પ્રાણરૂપ માનવામાં આવે; પરંતુ તે સર્વ માન્યતાઓમાં આત્માને ભૌતિક તત્ત્વ તરીકે જ માનવામાં આવે છે. એ બધા મતમાં આત્માને ભૌતિક રૂપે જ વ્યક્ત કર્યો છે, તેનું અભૌતિક રૂપ એમાંથી પ્રગટ થતું નથી. આ બધા મતમાં આત્માને વ્યક્ત રૂપમાં બતાવવામાં આવ્યો છે. તે ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે એમ આ બધા મતમાં મનાયું છે અને તેથી આત્માનું વિશ્લેષણ આ રૂપને જ સામે રાખીને કરવામાં આવ્યું છે.
ચાર્વાક દર્શનના દેહાત્મવાદ, ઇન્દ્રિયાત્મવાદ અને પ્રાણાત્મવાદનો પ્રભાવ શિષ્ય ઉપર પડેલો જણાય છે. શિષ્ય આ વાદોથી પ્રભાવિત થઈ પ્રસ્તુત ગાથામાં દેહ, ઇન્દ્રિય કે થાસથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ નથી એમ શંકા કરે છે. આવી શંકા પરાપૂર્વથી થતી આવી છે. ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયનો વિષય જીવના અસ્તિત્વ સંબંધી જ હતો. તેમની દલીલો દ્વારા ભારતીય દર્શનોમાંના નાસ્તિક એવા ચાર્વાક દર્શનની માન્યતા વ્યક્ત થતી હતી.
શિષ્ય આગલી ગાથામાં કહ્યું હતું કે આત્મા દેખાતો નથી, તેનું રૂપ જણાતું ૧- જુઓ : ‘છાન્દોગ્ય ઉપનિષદ્', ૩-૧૫-૪ ૨- જુઓ : ‘બૃહદારણ્યક ઉપનિષદ્', ૧-૫-૨૨, ૨૩ ૩- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૨-૧-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org