________________
૫૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તત્ત્વ પ્રથમથી જ હોય તો પછી તેમાં રહેલા ગુણો પણ તેની સાથે પ્રથમથી જ છે, કારણ જેમ અગ્નિમાંથી પ્રકાશ અને ગરમી જુદાં પડી શકે જ નહીં, જે પળે જુદાં પડે તે જ પળે અગ્નિ એ અગ્નિ રહી શકે જ નહીં; તેમ તે ગુણો ગુણીથી કદાપિ જુદા પડી શકતા નથી. પણ જો એમ માનવામાં આવે કે ઈશ્વરે તત્ત્વમાં એ ગુણ મૂક્યા, તો પછી પ્રશ્ન એ થાય છે કે તે પહેલાં તત્ત્વ કેવા સ્વરૂપે હતું? ગુણ વિનાનું તત્ત્વ હોઈ શકે? આ વાત કઈ રીતે સંભવે? ત્યારે માનવું પડે કે તત્ત્વની સાથે તેના ગુણ પણ નિત્ય છે. સ્વાભાવિક રીતે બધામાં પોતાના ગુણ છે જ. તો પછી તેના વ્યવહારમાં ઈશ્વરે શું વિશેષ કર્યું? ઈશ્વરની શક્તિથી તે વ્યવહાર થયો કે તત્ત્વના ગુણ વડે? ઝાડથી છૂટું પડેલું ફળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષણશક્તિના કારણે નીચે પડે છે; તો ત્યાં ઈશ્વર પોતાની શક્તિથી શું વિશેષ કરે છે?
ઈશ્વરને દુનિયાનું ઉપાદાનકારણ નહીં પણ નિમિત્તકારણ માનવામાં આવે તોપણ ઘણી બાધા આવે છે. તે દુનિયામાં રહેલાં પર્વતો, પથ્થરો, સમુદ્રો વગેરે દુનિયા ઉત્પન્ન થયા પહેલાં ક્યાં હતા? શું ઈશ્વરે તેને પોતાના હાથમાં ઝાલી રાખ્યા હતા? અને જો એમ કહેવામાં આવે કે સમુદ્રો, પર્વતો તો દુનિયાની ઉત્પત્તિ પહેલાં પણ હતા; તો પ્રાણીઓ પણ પહેલાં હતા એમ કહેવામાં શું બાધા આવે? વળી પ્રાણીઓ, સમુદ્રો, પર્વતો, પથ્થરો દુનિયા પહેલાં સિદ્ધ ઠર્યા તો તો તે પણ એક દુનિયા જ થઈ. જ્યાં પ્રાણી, સમુદ્ર, પૃથ્વી, પર્વતો હોય તેને દુનિયા કહેવાય; તો ઈશ્વરે દુનિયા રચી તે પહેલાં પણ તે તો હતી જ એવું સિદ્ધ થયું; તો નવી દુનિયા બનાવવાનું શું કારણ? આનો જવાબ તો કોઈ આપી શકશે નહીં.
ઈશ્વરને જગતકર્તા સિદ્ધ કરવા ઈશ્વરકત્વવાદીઓ એમ દલીલ કરે છે કે કર્તા વિના જગત કેવી રીતે બને? તમામ પદાર્થો બનાવ્યા વિના કઈ રીતે બને? પરંતુ કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર બનતી નથી’ આ ન્યાયના આધારે જો ઈશ્વરમાં જગતનું કર્તાપણું સ્થાપવામાં આવે તો આમ માનવું પણ અયુક્ત કરે છે, કારણ કે જો કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર ન બને તો ઈશ્વર પણ બનાવ્યા વગર ન હોઈ શકે, ઈશ્વરને બનાવનાર પણ કોઈ હોવો જોઈએ. તેથી પ્રશ્ન થાય કે ઈશ્વરને કોણે બનાવ્યો? જો તેને બનાવનાર કોઈ બીજો ઈશ્વર હોય તો વળી પાછો એ જ પ્રશ્ન થાય; અને આમ પ્રશ્નનો અંત આવે નહીં. જો ઈશ્વરને સ્વયંભૂ અર્થાત્ અનાદિ છે એમ માનીએ તો જગતને પણ સ્વયંભૂ ન માનવાનું શું કારણ? અર્થાતુ તેમ ન માનવાનું કોઈ કારણ રહેતું નથી. જેમ ઈશ્વરને સ્વયંસિદ્ધ, અનાદિ, કોઈ દ્વારા નહીં બનાવેલો માનવામાં આવે છે; તેમ જગતને પણ સ્વયંસિદ્ધ, અનાદિ, અનંત માની શકાય છે.
આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જગત અનાદિ-અનંત છે. પ્રત્યેક પરમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org