________________
૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેમણે લખ્યું છે કે –
'नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा न निर्वृतः ।
तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ।।१ ‘આત્મા નથી', “આત્મા નિત્ય નથી', ‘આત્મા કર્તા નથી', ‘આત્મા ભોક્તા નથી’, ‘મોક્ષ નથી' અને મોક્ષનો ઉપાય નથી'; એ છ મિથ્યાત્વનાં સ્થાનકો છે એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં જણાવ્યું છે. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીની જેમ આ છ પદને અસ્તિથી બતાવતો શ્લોક તેમણે આ ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં રચ્યો નથી, પણ તે છ પદને સિદ્ધ કરતા શ્લોકો તેમણે આ જ ગ્રંથના ‘સમકિત અધિકાર’ તથા ‘આત્મજ્ઞાન અધિકાર’માં રચ્યા છે, જેમાંના કેટલાકની છાયા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે. ૨
અખંડ સિદ્ધાંતરૂપ આ છ પદનો અનન્ય નિશ્ચય શ્રીમદે અનુભવસિદ્ધપણે કર્યો હતો. શ્રીમદે પોતાના અધ્યાત્મજીવનના પ્રારંભથી જ આ પપદ ઉપર પરમ ગંભીર વિચારણા કરી હતી, ઘણું ઊંડુ તત્ત્વમંથન કર્યું હતું અને તેનો ગહન પ્રભાવ તેમના અધ્યાત્મજીવન ઉપર પડ્યો હતો. તેની સાક્ષી તેમનાં લખાણોમાંથી પ્રાપ્ત થાય છે.
સાતમા વર્ષે જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારથી શ્રીમદે પપદ ઉપર ઊંડી વિચારણા કરી હતી. એનું પ્રથમ દર્શન સોળ વર્ષ અને પાંચ મહિનાની લઘુ વયે રચેલ મોક્ષમાળાના ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામના ૬૭માં શિક્ષાપાઠમાં જોવા મળે છે –
“કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જજે કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.” ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૦ ૨- શ્રીમદે એક પત્રમાં છ પદનો ઉલ્લેખ કરી, તે વારંવાર વિચારવા જણાવ્યું છે અને તે માટે ‘અધ્યાત્મસાર' આદિ ગ્રંથોનું સૂચન કર્યું છે. જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૮ (પત્રાંક-૩૩૦)
“આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, “આત્મા ભોક્તા છે' એમ જે પ્રમાણથી જણાય, “મોક્ષ છે' એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે' એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી.” ૩- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૦૭ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૬૭, કડી ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org