________________
ગાથા-૪૩
પણ કર્તૃત્વશક્તિ ધરાવે છે એમ માનવું; (૪) તે જેમ કર્તૃત્વશક્તિ ધરાવે છે તેમ ભોસ્તૃત્વશક્તિ પણ તેમાં છે એમ માનવું; (૫) કર્તુત્વ અને ભોસ્તૃત્વ શક્તિ હોવા છતાં રાગ-દ્વેષ આદિ દોષોનો અંત શક્ય છે એમ માનવું; (૬) તે અંતનો ઉપાય છે અને તે આચરી શકાય એવો છે એમ માનવું. આ છ માન્યતાઓ સાધકને સાધનામાં આગળ વધવા પ્રેરે છે.
‘સન્મતિતર્ક પ્રકરણમાં આ છ પદને વિસ્તારથી સમજાવવામાં આવ્યાં નથી. ઉપર જોયું એમ તેમાં માત્ર અસ્તિ-નાસ્તિનાં સ્વરૂપે નિરૂપણ કરેલું છે. આત્માનું વાસ્તવિક લક્ષણ બતાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે –
યઃ કર્તા મેવાનાં, મોવત્તા મૈત્રસ્ય ચ |
સંસર્તા પરિનિર્વાતા, સ ત્યાત્મા નાચ–ા: '૧ આ શ્લોકમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે વિવિધ કર્મનો કર્તા હોય, તે તે કર્મનાં ફળનો ભોક્તા હોય, તદનુસાર ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર હોય અને સાધન પામી તે કર્મથી છૂટો થનાર હોય તે જ આત્મા કહેવાય છે. આ સિવાય આત્માનું અન્ય કોઈ લક્ષણ હોઈ શકતું નથી.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે (વિક્રમની અઢારમી શતાબ્દીમાં) “સમ્યકત્વ જસ્થાન ચઉપઇ” નામની લોકભોગ્ય ગૂર્જરગિરામાં રચેલી એક નાનકડી કૃતિના આરંભમાં અર્ધમાગધી ભાષામાં રચેલી ગાથામાં આ છ પદનો નિર્દેશ પ્રાપ્ત થાય છે –
'अस्थि जिओ तह णिच्चो कत्ता भुत्ता सपुण्ण पावाणं ।
अत्थि धुवं निव्वाणं तस्सोंवाओ अ छट्ठाणा ।।२ જીવ છે', ‘તે નિત્ય છે’, ‘તે પોતાનાં પુણ્ય અને પાપનો કર્તા છે’, ‘તે પોતાનાં પુણ્ય-પાપનો ભોક્તા છે', 'નિર્વાણ - મોક્ષ નિશ્ચયે છે' અને તે “મોક્ષનો ઉપાય પણ નિશ્ચયે છે'. આ છે મુદ્દાને તેમણે સરળ અને સચોટ ભાષામાં રજૂ કર્યા છે. આ ઉપરાંત “સમ્યકત્વ સપ્તતિ' નામક ગ્રંથના આધારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં રચેલ ‘સમકિતના સડસઠ બોલની સજ્જાય'માં ૬૨ થી ૬૭ બોલમાં આ ષષદનું કથન કર્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉત્તરવયમાં અધ્યાત્મના સારરૂપ લખેલા તેમના “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં સમકિત અધિકારમાં આત્મા નથી' એ આદિ નાસ્તિત્વસૂચક છ પદને મિથ્યાત્વનાં સ્થાનકો ગણાવ્યાં છે. તેમાં ૧- આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૯૦ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ જસ્થાન ચઉપઇ”, ગાથા ૩
(સરખાવો : ગણિ શ્રી દેવચંદ્રજીકૃત, ‘દ્રવ્યપ્રકાશ' , અધિકાર ૩, કડી ૨,૩,૩૫,૩૭, ૧૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org