________________
८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નાસ્તિત્વ આદિ છ પક્ષોનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છ પક્ષોનું સમ્યક્પણું બતાવ્યું છે
णत्थि
' णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । य मोक्खोवाओ छ मिच्छत्तस्स ठाणाई ।। अत्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ க रसम्मत्तस्स ટાળારૂં ||’૧
‘આત્મા નથી’, ‘તે નિત્ય નથી’, ‘તે કાંઈ કરતો નથી’, ‘તે કરેલ કર્મોને વેદતો નથી', ‘તેને નિર્વાણ મોક્ષ નથી અને ‘મોક્ષનો ઉપાય નથી' આ છ મતો આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીના જણાવ્યા પ્રમાણે મિથ્યાજ્ઞાનનાં સ્થાનો છે. ‘આત્મા છે', ‘તે અવિનાશી છે', ‘તે કરે છે', ‘તે અનુભવે છે', 'તેને નિર્વાણ છે' અને ‘મોક્ષનો ઉપાય છે' આ છ મત યથાર્થ જ્ઞાનનાં સ્થાનો છે.
-
આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે માન્યતાઓ એક અથવા બીજી રીતે અંતરાયરૂપ બને છે અને જે માન્યતાઓ તેમાં સહાયક થાય છે, તે બન્ને પ્રકારની માન્યતાઓનું અહીં કથન છે. સાધનામાં બાધક થનારી માન્યતાઓ ભ્રાંતર્દષ્ટિ ઉપર રચાયેલી હોવાથી અયથાર્થ છે અને સાધનામાં સહાયક થનારી માન્યતાઓ અભ્રાંતદષ્ટિ ઉપર રચાયેલી હોવાથી યથાર્થ છે. તે અનુક્રમે આ પ્રમાણે છે
Jain Education International
-
(૧) એમ માનવું ‘આત્મા' જેવું કોઈ તત્ત્વ જ નથી, તે અનાત્મવાદ; (૨) એમ માનવું કે આત્મતત્ત્વ છે તો ખરું, પણ તે નિત્ય ન હોવાથી વિનાશી છે, તે ક્ષણિકવાદ; (૩) એમ માનવું કે આત્મા છે તો નિત્ય, પણ તે કુટસ્થ હોવાથી કશું કર્તૃત્વ નથી ધરાવતો, તે અકર્તૃત્વવાદ; (૪) એમ માનવું કે આત્મા કાંઈક કરે છે ખરો, પણ તે નિર્લેપ હોવાથી કોઈ વિપાક અનુભવતો નથી, તે અભોક્તૃત્વવાદ; (૫) એમ માનવું કે આત્મા હંમેશાં જ કર્તા અને ભોક્તા રહેતો હોવાથી તેના સ્વરૂપની જેમ રાગ-દ્વેષ આદિ દોષોનો ક્યારે પણ અંત જ નથી આવતો, તે અનિર્વાણવાદ; (૬) એમ માનવું કે સ્વભાવથી આત્મા ક્યારેક મોક્ષ પામે છે, પણ તેને મેળવવાનો કોઈ ઉપાય જ નથી, તે અનુપાયવાદ.
આ છમાંથી કોઈ પણ એક વાદની માન્યતા જો જીવને બંધાઈ જાય તો કાં આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્તિ જ ન થાય અથવા તેમાં પ્રગતિ ન થાય. તેથી આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ માટે અનુક્રમે (૧) આત્મા છે એમ માનવું; (૨) તે છે એટલું જ નહીં, અવિનાશી પણ છે એમ માનવું; (૩) તે માત્ર અવિનાશી જ નહીં ૧- આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૫૪,૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org