________________
ગાથા-૪૩
૧૧
ઉપર ટાંકેલી ચોથી કડીમાંની પહેલી બે પંક્તિમાં રજૂ કરેલ પ્રશ્નોમાં આત્માનાં છ પદનો સમાવેશ થઈ જાય એ રીતે તે પંક્તિની રચના કરવામાં આવી છે –
પ્રથમ પંક્તિમાં પુછાયેલ પ્રથમ પ્રશ્ન “હું કોણ છું?'નો વિચાર કરવાથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. હું નો વિચાર કરતાં સમજાય છે કે જગતની કોઈ પણ પૌગલિક વસ્તુ તે ‘હું' નથી. દેહ પણ હું નથી, કારણ કે મૃત્યુ સમયે 'હું' ચાલ્યો જતાં પણ દેહ તો પડ્યો જ રહે છે. જેને મૃત શરીર કહેવામાં આવે છે. આમ, ‘દેહ તે હું નહીં, ઇન્દ્રિયો તે હું નહીં, શ્વાસોચ્છવાસ તે હું નહીં'; એમ વિચારતાં પોતે જ્ઞાનસત્તાધારક ચૈતન્યસ્વરૂપ આત્મા છે એમ પ્રતીત થાય છે. આ રીતે પ્રથમ પ્રશ્રની વિચારણાથી પ્રથમ પદ(આત્મા છે)ની સિદ્ધિ થાય છે.
આ પંક્તિમાં પુછાયેલ બીજો પ્રશ્ન “ક્યાંથી થયો?'નો વિચાર કરવાથી આત્માના નિત્યત્વની સિદ્ધિ થાય છે. જગતની બધી વસ્તુઓ કોઈ ને કોઈ અન્ય વસ્તુમાંથી બનતી જણાય છે, પરંતુ આત્માને કોઈએ ક્યારે પણ બનતો જાણ્યો નથી. ચેતન કોઈ પણ બે દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થતું દેખાતું નથી, તેમજ કોઈ દ્રવ્યને છુટું પાડતાં તે અસ્તિત્વમાં આવતું હોય તેમ પણ જણાતું નથી. આત્મા કોઈ પણ ક્રિયા કે પ્રયોગથી ઉત્પન્ન થતો દેખાતો નથી છતાં એનું અસ્તિત્વ છે. એનું આ અનુત્પનપણું જ એનું નિત્યપણું સાબિત કરે છે. આ રીતે બીજા પ્રશ્નની વિચારણાથી બીજા પદ(આત્મા નિત્ય છે)ની સિદ્ધિ થાય છે.
આ પંક્તિમાં પુછાયેલ ત્રીજો પ્રશ્ન “શું સ્વરૂપ છે મારું ખરું?”નો વિચાર કરવાથી મોક્ષપદ સિદ્ધ થાય છે. આત્માનો દેહ સાથે સંયોગ થાય છે. થોડા સમય પછી એ દેહ છોડી દે છે. એ ક્યારેક મનુષ્યરૂપે, ક્યારેક દેવરૂપે, ક્યારેક તિર્યંચરૂપે તો ક્યારેક નારકરૂપે દેખાય છે. નિરંતર બદલાતા રૂપમાં સાચું સ્વરૂપ કયું? દેહ નિરંતર બદલાય છે છતાં હું બદલાતો નથી, તેથી આ કર્મકૃત અવસ્થાઓથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એમ સમજાય છે. ક્ષણિક સંયોગોથી ભિન્ન એવું શુદ્ધ સ્વરૂપ તે સાચું સ્વરૂપ છે, જે મોક્ષસ્વરૂપ કહેવાય છે. મોક્ષસ્વરૂપ પ્રગટ્યા પછી જ જીવ અન્યરૂપે થતો નથી. તે પહેલાં તેનાં રૂપો બદલાયા કરે છે. આમ, ત્રીજા પ્રશ્નની વિચારણાથી પાંચમા પદ(મોક્ષ છે)ની સિદ્ધિ થાય છે.
આ કડીની બીજી પંક્તિમાં પુછાયેલ ચોથો પ્રશ્ન “કોના સંબંધે વળગણા છે?'નો વિચાર કરવાથી કર્મની સિદ્ધિ થાય છે અને તે દ્વારા આત્માનું કર્તુત્વપણું તથા ભોસ્તૃત્વપણું સિદ્ધ થાય છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ ન પામતાં અન્ય ભાવમાં રહ્યા કરે છે. તે દર્શાવે છે કે એવું કોઈ તત્ત્વ છે કે જે આડખીલીરૂપે છે. આ તત્ત્વ તે કર્મ છે. કર્મથી આત્મા જકડાયેલો રહે છે. આત્મા વિભાવદશામાં હોય ત્યારે તે કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org