________________
૪૩૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કોઈને પણ ન થઈ શકે.'
અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે જીવ તો અનિત્ય છે, પરંતુ તેનો નાશ થતી વખતે તે પોતાનાં સંતાન કે સંસ્કાર મૂકતો જાય છે અને તેથી સ્મરણમાં બાધા આવતી નથી. જીવરૂપ વિજ્ઞાનને ક્ષણિક માનવા છતાં વિજ્ઞાનસંતતિના સામર્થ્યથી સ્મરણ થઈ શકે છે. પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણના સંસ્કારો ઉત્તર ઉત્તર વિજ્ઞાનક્ષણમાં સંક્રાંત થાય છે, તેથી વિજ્ઞાનક્ષણરૂપ જીવને ક્ષણિક માનવા છતાં પણ સ્મરણ થઈ શકે છે. પરંતુ આ દલીલ યોગ્ય નથી, કારણ કે જીવનો નિરન્વય (સંપૂર્ણ) નાશ થઈ જતો હોવાથી આ તેનાં સંતાન છે એમ વ્યવહાર બની શકતો નથી; અથવા તો ગમે તે પ્રકારે તેનાં સંતાન કે સંસ્કાર મૂકી જાય છે એમ જો માની લઈએ તો, બૌદ્ધોના ‘સર્વ ક્ષણિક છે' એ નિયમ મુજબ તેનાં સંતાન કે સંસ્કારસમુદાય પણ ક્ષણિક જ ગણાય. આ સ્થિતિમાં પણ સ્મરણની સિદ્ધિ થઈ શકતી નથી. જો અનુભવ કરનાર મૂળભૂત જીવનો નાશ થતો હોય તો તેને પદાર્થનો જે અનુભવ થયો હતો તેનું સ્મરણ તેનાં સંતાન - પ્રતિસંતાનોને થઈ શકે નહીં, કેમ કે મૂળ પદાર્થનો સર્વથા નાશ થવાથી સંતાન - પ્રતિસંતાનો સાથેનો તેનો સંબંધ બની શકે નહીં અને તેથી અનુભવમાં આવેલ પદાર્થનું સ્મરણ અસંભવ બને છે.
બૌદ્ધો એમ કહે છે કે મૃતિનો અભાવરૂપ દોષ ત્યારે જ આવે કે જ્યારે સામાન્યથી અન્ય વડે અનુભવેલ પદાર્થનું અન્યને સ્મરણ થાય. પરંતુ બૌદ્ધમતમાં તો પૂર્વ અને ઉત્તર ક્ષણોમાં પરસ્પર ભિન્નતા હોવા છતાં તેમાં કારણ-કાર્યભાવથી જ સ્મરણ થાય છે. બુદ્ધિરૂપી એક જ સંતાનમાં અનુભવ તથા સ્મરણનો કારણ-કાર્યભાવ છે, તેથી તેમાં
મૃતિ થઈ શકે છે. પરંતુ એક સંતાન(વ્યક્તિ)નો અન્ય સંતાન(વ્યક્તિ)ની સાથે કારણકાર્યભાવ નહીં હોવાથી એક પુરુષના અનુભવનું અન્ય પુરુષને સ્મરણ થઈ શકતું નથી, માટે ‘અન્યના અનુભવનું અન્યને સ્મરણ થશે' એવી આપત્તિ આવશે નહીં. વળી, બુદ્ધિરૂપ એક સંતાન સંબંધી ક્ષણોમાં કારણ-કાર્યભાવ નથી એ વાત સત્ય નથી. એક સંતાનવાળી જ્ઞાનક્ષણોમાં અનુભવ અને સ્મરણરૂપ કારણ-કાર્યભાવ છે, તેથી પૂર્વબુદ્ધિએ અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિને સ્મરણ થઈ શકે છે. આમ, સ્મૃતિભંગ દોષનો ક્ષણિકવાદમાં અવકાશ નથી. પરંતુ આ કથન યુક્તિયુક્ત નથી, કેમ કે એ પ્રમાણે સંતાનમાં કારણ-કાર્યભાર માનવા છતાં પણ સંતાનની ક્ષણોની ભિન્નતાનું નિવારણ થઈ શકતું નથી, કારણ કે બૌદ્ધમતમાં બધી ક્ષણોનો નિરન્વય નાશ માનેલો હોવાથી બધી જ ક્ષણો ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૪૨
'अनुभूतार्थविषयं स्मरणं लौकिकं यतः । कालान्तरे तथाऽनित्ये मुख्यमेतन्न युज्यते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org