________________
૪૩૧
પરસ્પર અત્યંત ભિન્ન છે. વિજ્ઞાનક્ષણોનો સર્વથા નિરન્વય નાશ માનવામાં આવ્યો હોવાથી પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણથી ઉત્તર ઉત્તર વિજ્ઞાનક્ષણ સર્વથા ભિન્ન જ છે. આમ હોવાથી પૂર્વવિજ્ઞાન દ્વારા અનુભૂત વસ્તુનું સ્મરણ ઉત્તરવિજ્ઞાનમાં સંભવે નહીં, તેથી ક્ષણિકવાદ અનુસાર ‘કારણ-કાર્યભાવ-નિબંધન સ્મરણ થાય છે' એમ કહેવું યોગ્ય નથી. વળી, ક્ષણિકવાદમાં અનુભવ અને સ્મૃતિનો આશ્રયભૂત કોઈ નિત્ય પદાર્થ નહીં હોવા છતાં પણ ભિન્ન ભિન્ન સંતાનમાં કારણ-કાર્યભાવને આશ્રયીને સ્મૃતિનો સ્વીકાર કરવામાં આવે તો શિષ્ય અને ગુરુની બુદ્ધિમાં પણ કારણ-કાર્યભાવનો સદ્ભાવ હોવાથી ગુરુની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ. ગુરુ શિષ્યને ભણાવે છે, તેથી ગુરુની બુદ્ધિ કારણ છે અને શિષ્યની બુદ્ધિ કાર્ય છે. તેમાં કારણ-કાર્યભાવનો સદ્ભાવ છે, માટે ગુરુની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ.
ગાથા-૬૯
અત્રે બૌદ્ધો . એમ દલીલ કરે છે કે અમે એક સંતાનને આશ્રયીને જ કારણકાર્યભાવનો સ્વીકાર કરીએ છીએ, તેથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં, કેમ કે ત્યાં તો ગુરુ અને શિષ્ય એમ બે પરસ્પર ભિન્ન સંતાન અને તેથી તેમાં કારણ-કાર્યભાવ નથી. તેમની આ દલીલ યોગ્ય નથી, કેમ કે ભેદ-અભેદ પક્ષથી તેનું નિરાકરણ થઈ જાય છે. તે આ પ્રમાણે બૌદ્ધો સ્મૃતિની સિદ્ધિ માટે જ્ઞાનક્ષણોને એક સંતાન માને છે, તો એ સંતાન સંતાની(ક્ષણપરંપરા)થી ભિન્ન છે કે અભિન્ન? જો સંતાન ક્ષણપરંપરાથી અભિન્ન હોય તો તેને જ સંતાની (ક્ષણપરંપરા) કહેવાશે, સંતાનીથી અતિરિક્ત કોઈ સંતાન કહેવાશે નહીં. જો સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન હોય તો એ સંતાન વાસ્તવિક છે કે અવાસ્તવિક? જો સંતાન અવાસ્તવિક હોય તો તે અકિંચિત્કારી છે. જો સંતાન વાસ્તવિક હોય તો એ સ્થિર છે કે ક્ષણિક? જો સંતાન ક્ષણિક હોય તો સ્મૃતિની સિદ્ધિને માટે ક્ષણપરંપરાને ત્યજીને સંતાનનો આશ્રય લેવો એ તો ખરેખર એક ચોરના ભયથી બચવા માટે અન્ય ચોરનો આશ્રય લેવા બરાબર છે. જો સંતાનને સ્થિર માનવામાં આવે તો તો સંજ્ઞાંતરથી ગુપ્ત રીતે નિત્ય આત્માનો જ સ્વીકાર કર્યો કહેવાય. આમ, ક્ષણિકવાદમાં સ્મૃતિ ઘટી શકતી નથી.
-
Jain Education International
આમ, સ્મરણનો અભાવ થવાથી બૌદ્ધમતમાં પ્રત્યભિજ્ઞાન પણ થઈ શકશે નહીં. પ્રત્યભિજ્ઞાન અનુભવ અને સ્મરણપૂર્વક થાય છે. વર્તમાન કાળનો અનુભવ તથા ભૂતકાળની સ્મૃતિ બન્ને મળીને પ્રત્યભિજ્ઞાન થાય છે. પ્રત્યભિજ્ઞાન એટલે પદાર્થને જોવાથી પ્રમાતાને પૂર્વના સંસ્કારનો આવિર્ભાવ થવો. મેં અગાઉ જે પદાર્થને જાણ્યો હતો તે જ આ છે' એવી જે સમજણ તે પ્રત્યભિજ્ઞાન છે. તે જ આ છે' એવું પ્રત્યભિજ્ઞાન સ્મરણનો અભાવ હોય તો થઈ શકશે નહીં.
જો આત્મા ક્ષણિક હોય તો પ્રત્યભિજ્ઞાન ન થઈ શકે. ઉદાહરણ તરીકે - દેવદત્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org