________________
ગાથા - ૭૦
- ગાથા ૬૯માં શ્રીગુરુએ કહ્યું કે વસ્તુના ક્ષણિકપણાનું જ્ઞાન કરીને તે કહેનાર LA' તત્ત્વ કદાપિ ક્ષણિક હોઈ શકે નહીં, કારણ કે એક ક્ષણે તેને અનુભવ થાય
ભૂમિકા છે અને બીજી ક્ષણે તે કહે છે. આ તથ્ય દ્વારા જીવે આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરવો જોઈએ.
જીવની નિત્યતા સિદ્ધ કરવા શ્રીગુરુએ શિષ્યને ગાથા ૬૨થી બીજા પદની આ અંતિમ ગાથા ૭૦ સુધી ન્યાયયુક્ત સમજણ આપી. તર્ક, અનુમાન તથા અનુભવના આધારે શ્રીગુરુએ આપેલાં સમાધાન ઉપર વિચાર કરતાં શિષ્યને પોતાની દલીલોમાં રહેલી ક્ષતિ અને અપૂર્ણતા સમજાય છે અને તેથી આત્માના નિત્યત્વ સંબંધી તેની શંકા લગભગ નિર્મુળ થઈ જવાથી, આત્માની અનુત્પન્નતા અને અવિનાશીપણાનો સિદ્ધાંત તેને સમજાતો જાય છે.
શ્રીગુરુએ આત્માના નિત્યત્વ સંબંધી આપેલ બુદ્ધિગમ્ય સમાધાનમાં આ અંતિમ ગાથા કળશરૂપ છે. આ ગાથામાં વિજ્ઞાનને પણ માન્ય એવા વસ્તુમાત્રને લાગુ પડતા સામાન્ય નિયમ પ્રત્યે શિષ્યનું ધ્યાન કેન્દ્રિત કરી, આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે છે એમ શ્રીગુરુ અતિ કુશળતાથી દર્શાવે છે. ક્ષણિકવાદી બૌદ્ધ દર્શનની ભ્રમયુક્ત માન્યતાઓનો પરિહાર કરતી અને આત્માનું ત્રિકાળવર્તી અસ્તિત્વ સિદ્ધ કરતી આ ગાથામાં શ્રીગુરુ કહે છે –
“ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ગાથા
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.” (૭૦) તે વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર
અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org