________________
૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતું નથી, તેથી મૃત્યુ વખતે આત્મા શરીરમાંથી નીકળી પરલોકમાં જાય છે એ વાત મિથ્યા છે. વળી, પરલોક ઇન્દ્રિયગોચર નથી, માટે પરલોક જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આ લોક સિવાય અન્ય કશું છે જ નહીં. નથી સ્વર્ગ કે નથી નરક. ઇન્દ્રિયગોચર જે કંઈ છે તેટલો જ લોક છે. ચાર્વાકમતની દલીલ રજૂ કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘પડ્રદર્શનસમુચ્ચય'માં લખે છે કે જેટલો ઇન્દ્રિયગોચર છે એટલો જ આ લોક છે. હે ભદ્રા બહુશ્રુતો જે વદે છે તે વૃકપદ - વરુના કૃત્રિમ પગલાં જેવું વૃથા છે.'
અહીં જણાવ્યા પ્રમાણે જેટલો ઇન્દ્રિયથી જણાય છે તેટલો જ લોક છે. નરકાદિ જેવો કોઈ પરલોક જ નથી કે જ્યાં ભયંકર દુ:ખો ભોગવવાં પડે. માતા જેમ બાળકને અનેક પ્રકારના ડર બતાવ્યા કરે છે, તેમ આસ્તિકવાદીઓએ ભોળા લોકોને દેખાડેલો આ એકમાત્ર ડર જ છે. સાધુ વગેરે કપટી લોકો પોતે તો ભોગથી વંચિત થયા છે અને “વૃકપદ' (વૃક એટલે વરુ અને પદ એટલે પગલાં)ની જેમ નરકાદિનો ખોટો ભય દેખાડીને લોકોને ભોગથી વંચિત કરે છે. અહીં વૃકપદની જેમ' એવું જે કહ્યું તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે -
ધાર્મિક બુદ્ધિવાળી હોવાથી ભોગવિલાસમાં સંયમ રાખતી એવી પત્નીને તેના નાસ્તિક પતિએ મનમાન્યા ભોગવિલાસો ભોગવી લેવાની વાત કરી, તો તેના જવાબરૂપે પત્નીએ ધર્મગુરુ પાસેથી સાંભળેલી દુર્ગતિ - ભયંકર પરલોક વગેરેના ભયની વાત કરી; તેથી પતિએ કહ્યું, ‘આ ધર્મગુરુઓ વગેરે તો ખોટી ખોટી કલ્પનાઓથી જ લોકોને ડરાવે છે. બાકી ડરવાની કોઈ જરૂર નથી. પરલોક વગેરે છે જ નહીં.' તે નાસ્તિક પોતાની સ્ત્રીને આગમવચન કલ્પિત છે એમ સમજાવવા બહુ પ્રયત્ન કરતો, પણ સ્ત્રી માનતી નહીં. તેથી પોતાની સ્ત્રીના વિચારો ફેરવવા એક વખત તે નાસ્તિકે એક યુક્તિ રચી. પોતે રાત્રે પત્નીની સાથે ગામની બહાર ગયો. જ્યારે અવરજવર શાંત થઈ ગઈ ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે તેણે રસ્તા ઉપરની ધૂળમાં ગામની બહારથી લઈને બજાર સુધી, પોતાની હથેળી અને આંગળીઓના પ્રયોગથી વરુનાં જેવાં પગલાં પાડ્યાં. પછી પત્નીને કહ્યું, ‘હવે આને અંગે કાલે સવારે જ્ઞાની કહેવાતા લોકોની વાત સાંભળજે!' બીજે દિવસે સવારે રસ્તા ઉપર વરુ ગામમાં આવ્યાનાં પગલાં બતાવીને જ્ઞાની કહેવાતા લોકો બધાને ચેતવતા હતા કે “સાવધાન રહેજો, રાતે વરુ ગામમાં આવ્યું છે, પણ પાછું ગયું નથી' ઇત્યાદિ. એ વખતે તે નાસ્તિક પોતાની સ્ત્રીને લઈને ત્યાં આવ્યો. લોકચર્ચાને અંતે તેણે પોતાની સ્ત્રીને કહ્યું, ‘જો, મારી આ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૧
"एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org