________________
ગાથા-૪૮
૮૧
એક સાધારણ યુક્તિમય રચના પાછળ લોકો આટલા બમમાં પડે છે અને સાચું માને છે, તો નિપુણ પુરુષોના કલ્પેલા અમુક વિચારો પાછળ માણસો ઘેલા બને તેમાં શું નવાઈ? અમુક લોકોએ પોતાની મહત્તા વધારવા માટે શાસ્ત્રો કહ્યાં છે, તેમાં તથ્ય જેવું કાંઈ છે જ નહીં. જે પદાર્થ દેખાતો નથી તેનું અસ્તિત્વ માનવું નિરર્થક છે. તે સુંદર નેત્રવાળી સ્ત્રી! મરજી પ્રમાણે ખાન-પાન કર, કારણ કે હે મનોહર અંગવાળી! જે ગયું તે તારું નથી. હે ભીરુ! હે પાપથી ડરવાવાળી! જે ગયું તે પાછું આવતું નથી, કેમ કે આ શરીર તો પંચ ભૂતોનો સમુદાયમાત્ર છે. તેનાથી અતિરિક્ત આત્મા જેવી કોઈ વસ્તુ નથી કે જેનો વિચાર કરવો પડે અને પાપ કે પરલોકથી ડરવું પડે.”
ચાર્વાકમત કહે છે કે પંચ ભૂતોના સમુદાયરૂપ એવું જે આ શરીર, મૃત્યુ પછી ભસ્મ થઈ જાય છે. તે પાછું સંસારમાં આવતું નથી. શરીર ગયું તે ફરી આવતું નથી, તેથી ધર્માચરણનો ત્યાગ કરવામાં આવે તો બીજા જન્મમાં ઘણું દુઃખ વેઠવું પડે એ વાત ખોટી છે. માટે જેટલો બની શકે તેટલો આનંદ માણવો. ખાવું, પીવું અને મોજ કરવી. લોકમાં ઐશ્વર્યને વધારવું અને ઇષ્ટ સુખનો ઉપભોગ કરવો. આ લોકમાં પ્રાપ્ત થયેલા ભોગો ત્યાગ કરવા લાયક નથી તથા નહીં પ્રાપ્ત થયેલા ભોગોની સ્પૃહા કરવા જેવી નથી, કારણ કે પંચ ભૂતો ભસ્મસાત્ થવાથી પુનર્જન્મની સ્પૃહા વૃથા છે. ૧
ચાર્વાકમતાનુસાર આ લોક સંબંધી, વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયેલા શબ્દાદિ ભોગો તજવા લાયક નથી તથા પરલોકમાં - જન્માંતરમાં ભોગ પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી મિથ્યા છે, કારણ કે પરલોક છે જ નહીં. જે છે તે આ લોક જ છે, પરલોક જેવું કાંઈ નથી. આત્મા જેવો કોઈ પદાર્થ નથી, માત્ર મહાભૂતની જ આ દુનિયા છે, માટે જ્યારે શરીરમાં રહેલા ચૈતન્યના કારણરૂપ મહાભૂતો ભસ્મરૂપ થાય છે ત્યારે ફરીથી જન્મ થતો નથી. આત્મા ન હોવાથી મરણ પછી પુનર્જન્મની સંભાવના નથી અને ફરી જન્મ થતો ન હોવાથી ધર્મારાધના દ્વારા સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા રાખવાનો કોઈ જ અર્થ નથી.
ચાર્વાક દર્શન અનુસાર અનુપસ્થિત સ્વર્ગની ઇચ્છા કરી જે લોકો પરલોકને માટે ધર્મારાધના કરે છે તેઓ અજ્ઞાની છે. પરલોક જ નથી તો પછી તેની આશા રાખવી એ મૂર્ખતા છે. ભાવિ સુખની આશા રાખી વર્તમાન સુખ શા માટે છોડી દેવું? આવતી કાલે મોર મળશે એવી આશાથી આજે હાથમાં આવેલું કબૂતર છોડી દે તે મૂર્ખ છે. જે ભૌતિક સુખનો ત્યાગ કરે છે તે મૂર્ખ છે. ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉદાસીનતા સેવનાર, ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૩
‘ચાળ્યાસ્તનૈદિક્કા: હામ: વાર્યા નાના તરગૃદા | भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org