________________
૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે.
આત્મા છે એ સ્તિપત્ર કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્ય.
આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી.
આત્મા કર્મનો કર્તા છે; એ . આત્મા કર્મનો ભોક્તા છે. તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે.'
આમ, આ ષપદનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં શ્રીમદ્ તેનો નિઃસંશય નિશ્ચય થયો હતો. તેનો પ્રભાવ તેમના જીવન ઉપર સમગ્રપણે પડ્યો હતો અને તેના ફળરૂપે તેમને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી. આવા અનુભવસિદ્ધ સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત આ પર્ષદ પ્રત્યે શ્રીમદ્ભો ભાવ એટલો બધો ઉલ્લસ્યો હતો કે તે સહજ ભાવોદ્ગારરૂપે છલકાયો હતો.
વિ.સં. ૧૯૫૦ના ફાગણ માસમાં છ પદને સંક્ષેપમાં સમજાવતો એક પત્ર શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને લખ્યો હતો, જે છ પદનો પત્ર' તરીકે સુપ્રચલિત છે. તુલનાત્મક અધ્યયનની દૃષ્ટિએ ઉપયોગી હોવાથી એ પત્રનો અમુક ભાગ અહીં આપ્યો છે –
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૨ (હાથનોંધ-૧, ૩૪) ૨- શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ પ્રકાશિત કરેલ 'શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ વૈશાખ વદ ૭, ગુ૨, ૧૯૫૧ છે. તે પછી પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રકાશિત 'શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છ પદના પત્રની મિતિ ફાગણ ૧૯૫૦ લખી છે, જે પ્રમાણે પછીની દરેક આવૃત્તિમાં છપાયેલ છે. શ્રી લલ્લુજી મુનિનું જીવનચરિત્ર જોતાં ‘છ પદન વિ.સં. ૧૯૫૧નો હોવો ઘટે છે, કેમ કે મુનિશ્રી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મુંબઈ કરી, વિહાર કરતાં કરતાં સુરત ગયા હતા. ત્યાં ૧૦-૧૨ માસની માંદગી પછી તેમની વિનંતીથી શ્રીમદે છે પદનો પત્ર લખ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org