________________
ગાથા-૬૪
૩૨૯ થઈ. ઉત્તરોત્તર અધિક વિકસિત જીવો પેદા થયા. એકકોષીય જીવોમાંથી બહુકોષીય જીવો અસ્તિત્વમાં આવ્યા. એ ક્રમે વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ આ પૃથ્વી ઉપર વિકસી. અંતે અબજો કોષ વડે ઘડાયેલા માનવદેહનો પ્રાદુર્ભાવ થયો. આના ઉપરથી ચૈતન્ય એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનું જ સર્જન છે એવું માનવા વૈજ્ઞાનિકો પ્રેરાય છે.
પોતાની આ ધારણાના આધારે વૈજ્ઞાનિકો ચૈતન્યના સર્જન માટે જુદા જુદા પ્રયોગો કરે છે. તેઓ રસાયણ દ્વારા જીવનું નિર્માણ કરવાના પ્રયોગો કરે છે, પરંતુ તેમને તેમાં કિંચિત્માત્ર સફળતા મળી નથી. વૈજ્ઞાનિક પ્રયોગો કરીને જીવનું સર્જન કરવા મથી રહ્યા છે, પણ પોતાની પાસે આટઆટલી સામગ્રી હોવા છતાં રાસાયણિક સંયોજન વડે લેબોરેટરીમાં તેઓ જીવનું સર્જન કરી શક્યા નથી. વૈજ્ઞાનિકો રસાયણોનું મિશ્રણ કરી તેમાંથી અનેક જડ પદાર્થો બનાવી શક્યા છે, પણ રસાયણોના મિશ્રણ દ્વારા જીવ બનાવી શક્યા નથી.
રાસાયણિક સંયોજન વડે જીવને બનાવી શકાય એમ વૈજ્ઞાનિકો ધારે છે, પરંતુ તેઓ એક પ્રાથમિક કોષનું પણ સર્જન કરી શક્યા નથી. અઢળક પ્રયોગો કર્યા પછી પણ વૈજ્ઞાનિકો લોહીનું એક ટીપું બનાવી શક્યા નથી. ડાયાબિટીસના દરદીના શરીરમાં ‘ઇસ્યુલીન ની ઊણપ પૂરવા માટે જોઈતું “ઇસ્યુલીન' પણ વૈજ્ઞાનિકો તૈયાર કરી શક્યા નથી. એનાં રાસાયણિક ઘટકોનું જ્ઞાન પોતા પાસે હોવા છતાં, જ્યારે પણ ઇસ્યુલીન'ની જરૂર પડે છે ત્યારે વિજ્ઞાનને જીવસૃષ્ટિ પાસે જ જવું પડે છે.
જીવનિર્માણની જે પ્રક્રિયા જીવવિજ્ઞાન આગળ ધરે છે, એનો ઉપયોગ કરીને તે પુષ્પની એક પાંખડીનું પણ સર્જન કરી શક્યું નથી; જ્યારે ચેતનયુક્ત એક નાનકડું બીજા વિશાળ વૃક્ષ ઊભું કરી શકે છે, તેમજ વિવિધરંગી, સુગંધી, કોમળ ફૂલ-ફળ ઉત્પન્ન કરી શકે છે. વનસ્પતિ જેવી અલ્પવિકસિત જીવસૃષ્ટિની કાયા પણ સજીવ ‘બીજ ની મદદ વિના, કેવળ રાસાયણિક પ્રક્રિયા વડે બનાવી શકાતી નથી, તો પછી માનવની ઉત્પત્તિની તો વાત જ ક્યાં રહી?
આમ, વિજ્ઞાન ગમે તેટલા પ્રયોગો કરે, પણ તે ચૈતન્યની ઉત્પત્તિ કરી શકવામાં સર્વથા અસમર્થ છે. પૌગલિક પદાર્થોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી, પરંતુ ચૈતન્ય આવીને વસવાટ કરે તેવી યોનિ અર્થાત્ સાનુકૂળ સંજોગો તૈયાર થઈ શકે છે. નવા જીવની ઉત્પત્તિ કરી શકાતી નથી, માત્ર જીવને અન્યત્રથી આવીને વસવા માટે યોનિનું - સાનુકૂળ સંજોગોનું સર્જન કરી શકાય છે. જીવને અભિવ્યક્ત થવા માટે યોગ્ય - સાનુકૂળ વાતાવરણ પેદા કરી શકાય છે. મળ, મૂત્ર, માંસ, રુધિર, પરુ, કફ, થંક, નાક-કાનનો મેલ, પરસેવો, વીર્ય આદિ પદાર્થો શરીરમાંથી નીકળે પછી ૪૮ મિનિટમાં તેમાં જીવો જણાય છે, અર્થાત્ તે પદાર્થોમાં ચૌદ પ્રકારના સંમૂર્છાિમ જીવને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org