________________
૩૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
લેવા યોગ્ય પરિસ્થિતિ ઊભી થાય છે અને તે સંયોગ મળતાં એ જીવો તેમાં આવે છે, જન્મે છે અને અભિવ્યક્ત થાય છે. પણ આવા સંયોગથી સમગ્ર વિશ્વમાં જે જીવો છે તે ઉપરાંત કોઈ નવો જીવ ઉત્પન્ન થાય એવું બનતું નથી. આચાર્યશ્રી નરેન્દ્રસેનજી ‘સિદ્ધાંતસારસંહમાં કહે છે કે ગોમયાદિ (છાણ વગેરે) પદાર્થોથી જીવ ઉત્પન્ન થાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, કારણ કે ગોમયાદિથી માત્ર જીવનું શરીર ઉત્પન્ન થાય છે. જીવ ગોમયાદિથી ઉત્પન્ન થતો નથી. ચૈતન્ય ઉત્પન્ન કરવામાં ગોમયાદિ અસમર્થ છે. પૂર્વશરીર છોડીને આત્મા ગોમયાદિમાં આવીને તે પુદ્ગલો ગ્રહણ કરીને શરીર બનાવે છે, ન કે સ્વયં ગોમયાદિથી ઉત્પન્ન થાય છે. ચૈતન્યની ઉત્પત્તિ પૌગલિક પદાર્થોના સંયોગથી થવી અસંભવિત છે.
કેટલાક એમ માને છે અને વ્યવહારમાં પણ એમ કહેવાય છે કે વીર્ય-રજના મિશ્રણથી જીવ ઉત્પન્ન થાય છે, પણ એમ માનવું યથાર્થ નથી. માતાના ઉદરમાં વીર્યરજના સંયોગ દ્વારા જીવને જન્મ લેવા યોગ્ય યોનિ તૈયાર થાય છે અને આત્મા અન્ય સ્થળેથી આવીને તે વીર્ય-રજમાંથી શરીર બનાવે છે અને ધીમે ધીમે તે ગર્ભની વૃદ્ધિ થાય છે. આમ, જીવને જન્મ લેવા માટે માતાનું ઉદર અને વીર્ય-રજરૂપ સામગ્રી તો જોઈએ કે જેમાં જીવ અન્ય સ્થળેથી આવીને વસવાટ કરે, પણ પગલિક પદાર્થમાંથી ચેતનનું ઉત્પાદન થઈ શકે નહીં. તેથી માતાની રજ અને પિતાના વીર્યના સંયોજનથી જીવ ઉત્પન્ન થાય છે એ વાત સ્વીકાર્ય નથી. જો વીર્ય-રજના સંયોજનથી જીવ ઉત્પન્ન થતો હોય તો દરેક સંયોગ વખતે જીવનું નિર્માણ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. રજ-વીર્ય અને આત્મા તદ્દન ભિન્ન પદાર્થો છે. રજ-વીર્ય તો માત્ર આત્માને શરીર બનાવવામાં સહાયક છે.
આમ, કોઈ પણ સંયોગથી અનુભવસ્વરૂપ એવા આત્માની ઉત્પત્તિ થઈ શકતી નથી. તે સર્વ સંયોગો આત્માના શેય છે અને આત્મા તે સંયોગોનો જ્ઞાતા છે. સંયોગો ઉત્પત્તિ-લય ધર્મવાળા હોય છે અને તેને આત્મા જાણી શકે છે. આત્મા સંયોગની ઉત્પત્તિને જાણે છે અને તેના નાશને પણ જાણે છે. આત્મા સંયોગોનાં પરિવર્તનને પણ જાણે છે. કોઈ પણ સંયોગ આત્માને જાણતો નથી, પણ આત્મા સર્વ સંયોગોને જાણે છે. આત્મા જાણનાર છે અને સંયોગો જણાનાર છે. તે આત્માને જાણતા નથી, તેથી તે બન્ને વચ્ચેનું ભિન્નપણું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. આત્મા સર્વ સંયોગોથી ભિન્ન જ છે. સંયોગોમાં રહેવા છતાં આત્મા સંયોગોથી પૃથક્ જ છે. આત્મા જડ દેહ સાથે માત્ર ૧- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૪૧
'गोमयादश्चिकादीनां शरीरोत्पत्तिदर्शनात् । चेतनेऽसिद्धरूपत्वान्न साध्यं सिद्धिमञ्चति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org