________________
ગાથા-૬૪
૩૩૧ સંયોગ સંબંધ રહે છે. અનંતાં પરમાણુઓના સંયોગથી બનેલા દેહ અને આત્મા વચ્ચે માત્ર સંયોગ સંબંધ છે, તાદાભ્ય સંબંધ નથી; અર્થાત્ તે બન્ને એકાકાર થતા નથી. દેહમાં રહેવા છતાં આત્મા પુદ્ગલ સાથે ક્યારે પણ એકમેક થતો નથી. તેને જડની સાથે એક થવાપણું છે જ નહીં. પરમાણુનો જે સ્પર્શાદિ સ્વભાવ છે તે રૂપ જીવ થતો નથી. આત્મા સ્વભાવથી અસ્પૃશ્ય જ છે. અસ્પૃશ્ય એવો આત્મા તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામતો નથી, પણ માત્ર તેનાથી ન્યારો - જાણનારરૂપે જ રહે છે. આમ, જડ દેહ જોય પદાર્થ છે અને આત્મા સાથે તે માત્ર સંયોગસંબંધરૂપે હોવાથી જ્ઞાયક આત્માનું અસંયોગીપણું, એટલે કે કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહેજે સિદ્ધ થાય છે. શ્રીમદ્ આ વિષે પ્રકાશ પાડતાં લખે છે –
“જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો.’
આ પ્રમાણે સર્વ પૌગલિક સંયોગો અને આત્માનું પ્રગટ જુદાપણું છે. દરેક સંયોગ વખતે તે તે સંયોગથી જુદો અને તદ્દન ન્યારો એવો જે જાણનાર પદાર્થ તે આત્મા છે. દેહનું આત્મા સાથે સંયોગીપણું હોવા છતાં પણ આત્માનું કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું હોવાથી તેનું અસંયોગીપણું સ્પષ્ટ છે. આત્માની ઉત્પત્તિ કોઈ સંયોગોથી થતી નથી. કોઈ પણ સંયોગ દ્વારા જેની ઉત્પત્તિ અનુભવમાં આવી શકતી નથી તથા આવી શકવા સંભવ પણ નથી એવો અનુત્પન્ન આત્મા સ્વાભાવિક સિદ્ધ થાય છે. આત્મા અસંયોગી હોવાથી સ્વાભાવિક પદાર્થ છે અને સ્વભાવ ત્રિકાળ ટકનાર હોવાથી તે સ્વાભાવિક પદાર્થ નિત્ય હોય છે, તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. આત્મવસ્તુ કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થતી નથી, તેથી તેની નિત્યતા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ નિત્ય પદાર્થ છે. સર્વ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org