________________
૩૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સંયોગોને સર્વ કાળ ભિન્નપણે રહી જાણતો અસંયોગી આત્મા અનિત્ય હોઈ જ ન શકે એ પ્રત્યક્ષ વાત છે.
આમ, શ્રીગુરુ આ ગાથામાં જણાવે છે કે જે જે સંયોગો દેખાય છે, તે તે સર્વ અનુભવસ્વરૂપ આત્મા વડે દેશ્ય છે. જે જે સંયોગો જાણવામાં આવે છે, તે તે આત્માના જ્ઞાનમાં જણાય છે. આત્મા સંયોગોનો જ્ઞાતા-દ્રષ્ટા છે, પરંતુ સંયોગોથી જન્ય નથી. સર્વ સંયોગોનો વિચાર કરતાં જણાય છે કે આત્માની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થઈ શકતી નથી. જે જે સંયોગો કલ્પવામાં આવે, તેમાંના કોઈ પણ સંયોગથી આત્મા ઊપજતો હોય એમ જણાતું નથી. આત્મા સંયોગોથી ઊપજતો નથી, અર્થાત્ અસંયોગી છે અને તેથી આત્મા નિત્ય છે, ત્રિકાળી છે. આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ હોવાથી તે નિત્ય છે એ પ્રત્યક્ષ સમજાય એવી વાત છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
જે સંયોગો દેખીએ, જડના વિવિધ પ્રકાર; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સહુ, જડરૂપ વિલય થનાર. સ્પષ્ટ સ્વપરનું ભાન છે, તે તે અનુભવ દશ્ય; વિચારતાં સમજાય છે, નિત્ય આત્મ અધ્યક્ષ. જડ રૂપ લે સંયોગથી, આત્મા કદી ન એમ; ઊપજે નહિ સંયોગથી, ઈટોથી ઘર જેમ. તે સર્વે સંયોગને, દેખે જાણે દક્ષ; સદા કાળ માટે કહ્યો, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૯ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૫-૨૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org