________________
૨૦૩
આવે તોપણ તેને પ્રમાણ તો ન જ મનાય, કારણ કે પ્રમાણ કદી વિસંવાદી ન હોય. આગમમાં તો ખૂબ વિસંવાદ છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય છે તો અન્ય આગમ તેનો જ નિષેધ કરતું હોય છે. એક અમુક વસ્તુ કરણીય કહે છે તો બીજું તેને અકરણીય અનાચરણીય જણાવે છે. એક કહે છે કે ‘મારું જ કથન સત્ય છે.' બીજું કહે છે કે તે મિથ્યા છે, આ જ સત્ય છે.' આમ, આગમ જ અવિરોધી નથી તો તે પ્રમાણભૂત કેમ માની શકાય? આત્માના સંબંધમાં વિચારીએ તો અમુક આગમો આત્માનું અસ્તિત્વ જણાવે છે, જ્યારે બીજા આગમો આત્માનું નાસ્તિત્વ કહે છે. અમુક આગમો આત્માને નિત્ય કહે છે તો અમુક આગમો તેને અનિત્ય કહે છે. આગમની આવી વિચિત્ર સ્થિતિ હોવાથી તેને પ્રમાણભૂત કઈ રીતે માની શકાય?
ગાથા-૫૫
-
Jain Education International
તેનું સમાધાન આ રીતે થઈ શકે. યુક્તિશૂન્યને આગમન જ મનાય અને યુક્તિયુક્ત આગમમાં વિરોધ ન જ હોય. તેમાં જે વિરોધો બતાવવામાં આવે છે તે આગમપ્રમાણનું રહસ્ય સમજ્યા વગર બતાવવામાં આવે છે. કષ, છેદ અને તાપથી જેમ કાંચનની પરીક્ષા થાય છે, તેમ ત્રણ પ્રકારે આગમની પણ પરીક્ષા થાય છે. ત્રિકોટિશુદ્ધ એવાં આગમ જ પ્રમાણભૂત મનાય છે. જેમાં વિરોધો બતાવવામાં આવે છે તે ખરેખર આગમ નથી, તે તો અલ્પજ્ઞોનાં કલ્પિત વચનો છે. તે વચનો આગમ નથી પણ આગમાભાસ છે. જે આગમોને પ્રમાણ તરીકે સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે તેમાં વિરોધ છે જ નહીં. કેટલાક વિરોધો લાગે છે એ તેના વાસ્તવિક અર્થો ન સમજાયાથી લાગે છે. તે તે આગમોના કહેવાના આશયો જો યથાર્થ સમજાય તો વિરોધ જેવું રહે જ નહીં, માટે આગમો પ્રમાણભૂત છે અને આગમસિદ્ધ આત્મા માનવો જોઈએ. સ્વાનુભવ, અખંડ યુક્તિ અને અબાધકપણાથી આગમપ્રમાણ માનવામાં આવે છે અને આગમપ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે.
(૪) ઉપમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ
બે પદાર્થોની વચ્ચે ગુણધર્મોની સમાનતાના કારણે ઉપમા આપીને જે ઓળખાણ આપવામાં આવે છે તે ઉપમાનપ્રમાણ કહેવાય છે. જેમ કે રોઝ (ગવય) નામના પ્રાણીને જેણે ન જોયું હોય તેને, ગાયની ઉપમા આપી રોઝ(ગવય)ની ઓળખાણ આપવામાં આવે છે.૧ સમાનતા સર્વદેશીય પણ હોય છે અને એકદેશીય પણ હોય છે. દા.ત. ચંદ્રમુખી, અર્થાત્ ચંદ્ર જેવા મુખવાળી. અહીં સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. તે ઉપમા એકદેશીય છે. તેમાં એકદેશીય સમાનતા છે. એ જ પ્રમાણે સાદશ્ય ધર્મની ઉપમા આપીને આત્માને ઓળખવો હોય તો તે કેવી રીતે ઓળખાય? ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', ૧-૧-૬
‘प्रसिद्धसाधर्म्यात् साध्यसाधनमुपमानम् ।'
For Private & Personal Use Only
www.jainelibrary.org