________________
ગાથા – ૬૫
ભૂમિકા
ગાથા ૬૪માં શ્રીગુરુએ કહ્યું કે જે જે સંયોગો દેખાય છે, તે તે સર્વને
અનુભવસ્વરૂપ આત્મા જાણે છે અને તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં કોઈ પણ સંયોગ એવો જણાતો નથી કે જેનાથી આત્મા ઉત્પન્ન થાય, માટે આત્મા નિત્ય છે એમ પ્રત્યક્ષ સમજાય છે.
ગાથા ૬૦માં શિષ્ય આત્માના નિત્યત્વ સંબંધી એવી દલીલ કરી હતી કે “બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ', અર્થાત્ આત્મા દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગથી નાશ પામે છે, માટે આત્મા નિત્ય નથી. શિષ્યની એવી માન્યતા છે કે જડ એવા દેહમાંથી ચૈતન્યસ્વરૂપી આત્માની ઉત્પત્તિ થવી સંભવે છે અને તે દેહસ્થિતિ પર્યત ટકી દેહના વિયોગે નાશ પામે છે. આ દલીલના સમાધાન અર્થે આગલી ત્રણ ગાથાઓ (૬૨-૬૩-૬૪)માં પ્રસ્તાવનારૂપ કથન કરી, પ્રસ્તુત ગાથામાં આ દલીલનો સીધો ઉત્તર આપતાં શ્રીગુરુ કહે છે –
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; | ગાથા
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.' (૬૫) જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. (૬૫)
જડ એવા દેહાદિમાંથી જાણવાના સ્વભાવવાળા એવા ચેતનની ઉત્પત્તિ થાય જવાબ] અથવા ચેતન એવા આત્મામાંથી દેહાદિ જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને, ક્યારે, કદી પણ થયો નથી, થતો નથી અને થશે પણ નહીં; કારણ કે જેવા ગુણવાળું કારણ હોય તેવા જ ગુણવાળું કાર્ય થાય. કારણમાં જડના ગુણો હોય અને કાર્યમાં ચેતનના ગુણો હોય અથવા કારણમાં ચેતનના ગુણો હોય અને કાર્યમાં જડના ગુણો હોય એવું કદી પણ બને નહીં. જડ અને ચેતન પોતપોતાના સ્વભાવથી પ્રગટ ભિન્ન છે. એકનું લક્ષણ અન્યરૂપે થાય અથવા બને એકપણે પરિણમી જાય એવું ક્યારે પણ બનવું સંભવિત નથી.
જો જડમાંથી ચેતન ઉત્પન્ન થતું હોય તો ઘટ-પટ આદિ પણ ચેતનવંતા બની જાય અને જો ચેતનમાંથી જડ પ્રગટતું હોય તો ચૈતન્યસ્વરૂપી આત્મામાંથી ઘટ-પટ આદિ પદાર્થો ઉત્પન્ન થતાં દેખાવા જોઈએ; પણ આવું ક્યારે પણ, કોઈને પણ અનુભવમાં
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org