________________
૩૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
આવતું નથી. જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, કારણ કે બન્ને ભિન્ન ભિન્ન લક્ષણવાળા પદાર્થ છે. આમ, ચેતન આત્મા અને જડ દેહ વચ્ચે તાદામ્ય સંબંધ નહીં હોવાથી ચેતનની ઉત્પત્તિ જડ દેહના યોગથી થાય એમ શિષ્ય પોતાની શંકા રજૂ કરતાં કહ્યું હતું તે વાત અયથાર્થ છે.
તે એ ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચયસિદ્ધાંત છે કે કોઈ પણ દ્રવ્યમાંથી કોઈ વિશેષાર્થી
• પણ અન્ય દ્રવ્યની ઉત્પત્તિ કદી પણ થઈ શકે નહીં. આત્મા ચૈતન્યયુક્ત પદાર્થ છે અને દેહ ચૈતન્યવિહીન જડ પદાર્થ છે. આત્મા અરૂપી પદાર્થ છે અને દેહ વર્ણાદિ ગુણયુક્ત રૂપી પૌગલિક પદાર્થ છે. જડ દેહ અને ચેતન આત્મા સ્વભાવથી જ ભિન્ન હોવાથી એકનું લક્ષણ અન્યરૂપે થાય અથવા બન્ને એકપણે રૂપાંતરિત થઈ જાય અથવા એકમાંથી બીજાની ઉત્પત્તિ થાય એવું કોઈ પણ કાળે, ક્યારે પણ બનવું શક્ય નથી.
પૃથ્વી વગેરે ભૂતો જડ સ્વભાવવાળાં છે એ વાત પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી જડ સ્વરૂપથી વિપરીત સ્વભાવવાળું જે ચૈતન્ય, તે પૃથ્વી આદિ ભૂતોનું કાર્ય હોઈ શકે જ નહીં. ભૂતો ચૈતન્યનું ઉપાદાનકારણ હોઈ શકે નહીં. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ હોઈ શકે નહીં. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના સમુદાયમાંથી ચૈતન્ય ઊપજી શકે નહીં. પરંતુ ચાર્વાકમતવાદીઓની એવી માન્યતા છે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોના મિશ્રણમાંથી ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે.
ચાર્વાક દર્શન પ્રત્યક્ષવસ્તુવાદી, ભૌતિકવાદી, ભૂતચૈતન્યવાદી છે. તે એવી માન્યતા ધરાવે છે કે ભૂતો ચાર છે - પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. (અમુક ચાર્વાકમતવાદીઓ આકાશ સાથે પંચ ભૂતોને પણ માને છે.) જગતને તે ભૌતિક તત્ત્વોનો યાદચ્છિક સંઘાત કહે છે. તે ભૂતાતીત વસ્તુઓની સત્તાને માનતું નથી. તે ભૂતદ્રવ્યને જ પરમ તત્ત્વ માને છે અને ચૈતન્યને ભૂતદ્રવ્યનો ઉપવિકાર માને છે. તે માને છે કે ચાર મહાભૂત જ્યારે શરીરરૂપે પરિણત થાય છે ત્યારે તે સંઘાતથી ચૈતન્ય ગુણની ઉત્પત્તિ થાય છે.
ચાર્વાકમત અનુસાર ભૂતોથી ભિન્ન કોઈ આત્મા નથી. આત્મા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના સંઘાતથી ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા શરીરરૂપી યંત્ર ચાલે છે. શરીર ચૈતન્ય દ્વારા ચાલવા, બોલવા આદિ સર્વ ક્રિયા કરે છે. ચૈતન્ય શરીરની અંદર જ જોવા મળે છે, શરીરની બહાર જોવા મળતું નથી. શરીરથી અતિરિક્ત ચૈતન્યનું કોઈ અધિષ્ઠાન છે એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી, તેથી ચૈતન્યને ચતુર્ભુતમય શરીરનો જ ધર્મ માનવો જોઈએ.
ચાર્વાક દર્શનનો મત એવો છે કે ચૈતન્ય શરીરમાં જ પેદા થાય છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org