________________
ગાથા-૬૫
૩૩૭
શરીરની સ્થિતિ હોય ત્યાં સુધી જ રહે છે અને શરીરના નારા સાથે તે પણ લુપ્ત થઈ જાય છે. ભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થયેલ આત્મા ભૂતોના વિઘટનથી નાશ પામી જાય છે. કારણ નાબૂદ થતાં કાર્ય પણ નાબૂદ થઈ જાય છે. ભૂતોના સંયોગરૂપ કારણ નષ્ટ થયા પછી આત્મા રહેતો નથી અને જો આત્મા રહેતો જ ન હોય તો ભવાંતર કોનો માનવો? દેહના નાશ પછી આત્મા અવશિષ્ટ રહેતો જ ન હોય તો પરલોકમાં કોણ જાય? ભવાંતરમાં જનાર જ કોઈ રહેતો નથી, માટે પૂર્વજન્મ-પુનર્જન્મ જેવું પણ કંઈ નથી. ચાર્વાક દર્શન પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતું જ નથી. તેના મત મુજબ આત્મા ભૂતભિન્ન દ્રવ્ય ન હોવાથી તે અનિત્ય છે, પરલોકગામી નથી.
આમ, ચાર્વાકમત અનુસાર ભૂતોનો સમુદાય એ જ આત્મા છે. તેનાથી જુદો આત્મા નામનો કોઈ પદાર્થ નથી. ભૂતોથી જ ચૈતન્ય ઊપજે છે. પૃથ્વી આદિ ભૂત અચેતન છે અને આત્મા ચેતન છે, તેથી પૃથ્વી આદિ ભૂત ચૈતન્યથી વિરુદ્ધ હોવાથી વિજાતીય છે; છતાં પણ ભૂતોથી ચેતનની ઉત્પત્તિ થવી વિરુદ્ધ નથી, કારણ કે ધાવડીનાં ફૂલ, દ્રાક્ષ, ગોળ, પાણી આદિ પદાર્થોમાં મદશક્તિ ન હોવા છતાં પણ તેના મિશ્રણમાંથી મદશક્તિ અવશ્ય ઉત્પન્ન થાય છે; તે જ પ્રમાણે પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિ ન હોવા છતાં તેના મિશ્રણમાંથી ચૈતન્યનું નિર્માણ થાય છે. ૧
ભગવાન શ્રી મહાવીરસ્વામીના ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમે ગણધર થયા પૂર્વે શ્રી મહાવીર પ્રભુ આગળ આ જ પ્રકારની દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમ મદ્યનું પ્રત્યેક અંગ - જેવાં કે ધાવડીનાં ફૂલ, ગોળ, દ્રાક્ષ, પાણી આદિ પદાર્થોમાં સ્વતંત્રરૂપે મદશક્તિ નથી દેખાતી, પણ તે બધાંને મિશ્રિત કરવાથી અને સડાવવાથી, ગળાવવાથી તેમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે; તેમ પૃથ્વી આદિ ભૂતમાં સ્વતંત્રરૂપે ચૈતન્ય નહીં હોવા છતાં તે બધાં ભૂતોના મિશ્રણથી ચેતનશક્તિ ઉત્પન્ન થાય છે અને જેમ કાળાંતરે મદશક્તિ નષ્ટ થઈ જાય છે, તેમ ભૂતોના સમુદાયથી ઉત્પન્ન થયેલ ચૈતન્યશક્તિ અમુક મર્યાદિત કાળ પર્યત ટકી નાશ પામી જાય છે.
શ્રી મહાવીર ભગવાને શ્રી વાયુભૂતિ ગૌતમને તેમની માન્યતાનું મિથ્યાપણું દર્શાવી તેનો સચોટ જવાબ આપ્યો હતો. તેમની દલીલનો ઉત્તર આપતાં શ્રી મહાવીર પ્રભુએ સમજાવ્યું હતું કે આત્મા ભૂતસંઘાતોત્પન્ન છે અને તે અનિત્ય છે એ માન્યતા બરાબર નથી. ભૂતોના સમુદાયમાંથી આત્મા ઉત્પન્ન થાય છે એ પોતાનો પક્ષ સિદ્ધ કરવા શ્રી વાયુભૂતિ ગૌતમે જે દષ્ટાંત આપ્યું તે દષ્ટાંત પણ દોષયુક્ત છે. મદિરાના ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૪
'पृथ्व्यादिभूतसंहत्या तथा देहपरीणतेः । मदशक्तिः सुराङ्गेम्यो यद्वत्तद्वच्चिदात्मनि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org