________________
ગાથા-૮૬
મહામુનીમની અને ન સારાં-ખરાબ કર્મોનું ફળ આપનારા તથા સ્વર્ગ કે નરકમાં મોકલનારા કોઈ મહાપ્રભુની. જે વ્યક્તિ દારૂ પીશે તેને તેનો નશો આપોઆપ ચડશે જ. જે કરશે તે ભોગવશે, જે વાવશે તે લણશે - આ એક સ્વાભાવિક વ્યવસ્થા છે.
એક ઈશ્વર સંસારના પ્રત્યેક અણુ-પરમાણુની ક્રિયાનો સંચાલક બને અને પ્રત્યેક જીવનાં સારા-ખરાબ કાર્યોનો પણ સ્વયં તે જ પ્રેરક હોય અને પછી તે જ સંસારી જીવોનાં સારાં-ખરાબ કર્મોનો ન્યાય કરીને તેમને સુગતિ અને દુર્ગતિમાં મોકલે, તેમને સુખ-દુઃખ ભોગવવા માટે વિવશ કરે એ કેવી ક્રીડા છે! દુરાચારીને પ્રેરણા પણ તે જ આપે અને દંડ પણ તે જ આપે! એ કેવું અંધેર છે કે ઈશ્વર હત્યા કરવાવાળાને હત્યા કરવા માટે પ્રેરણા આપે છે અને જ્યારે હત્યા થઈ જાય છે તો તેને જ હત્યારો ઠરાવીને દંડ પણ આપે છે! તેની આ કેવી વિચિત્ર લીલા છે! જ્યારે વ્યક્તિ પોતાના કાર્યમાં સ્વતંત્ર જ નથી, ત્યારે તેને હત્યાનો કર્તા કેવી રીતે કહી શકાય? તેથી આ ભૂલભુલામણીના ચક્કરમાંથી નીકળીને વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો ઘટે છે કે પ્રત્યેક જીવ પોતાનાં કાર્યોનો સ્વયં પ્રભુ છે, સ્વયં કર્તા છે અને સ્વયં ભોક્તા છે.
ઈશ્વર સૃષ્ટિનું નિયમન નથી કરતો. તે સૃષ્ટિનો નિયંતા પણ નથી. જો કોઈ નિયંતા હોય, સર્વશક્તિમાન હોય તો સૃષ્ટિ આ પ્રકારની ન હોત. જો સૃષ્ટિનો નિયંતા સર્વશક્તિમાન ઈશ્વર હોય તો તેની વ્યવસ્થા આટલી ત્રુટિપૂર્ણ ન હોત. આ ત્રુટિપૂર્ણ વ્યવસ્થાવાળી સૃષ્ટિને માટે જો ઈશ્વરને નિયંતા માનવામાં આવે અને સાથે સાથે તેને સર્વશક્તિમાન પણ માનવામાં આવે તો બન્નેમાં અંતર્વિરોધ ઉપસ્થિત થાય છે. તેથી ઈશ્વર જગતનો નિયંતા નથી. સૃષ્ટિ નિયમ અનુસાર ચાલે છે, નિયંતા દ્વારા નહીં. જગતમાં સર્વત્ર નિયમ દેખાય છે. ચેતન-અચેતનરૂપ સમગ્ર જગત નિયમથી સંચાલિત છે. નિયમો પ્રમાણે જગત ચાલે છે. નિયમ એ આ જગતનો પ્રવર્તક છે, તેથી જગતના નિયંતા એવા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. કોઈ નિયંત્રક, વ્યવસ્થાપક, સુયોજક, નિર્દેશક એવા કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી.
જૈન દર્શને જગતને અનાદિ માન્યું છે, તેથી જગતકર્તારૂપે ઈશ્વરને માનવાની કોઈ આવશ્યકતા તેને પ્રતીત થઈ નથી. જગતની ઉત્પત્તિ તથા પ્રલયનો ક્રમ તેને માન્ય નથી, તેથી તેના મત પ્રમાણે એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે આ જગતની રચના કરતો હોય અથવા જે આ જગતનો પ્રલય કરતો હોય. જગતનું સંચાલન ઈશ્વર દ્વારા થાય છે એમ તે સ્વીકારતું નથી. જૈન દર્શન ઈશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા તરીકે નથી સ્વીકારતું, કેમ કે એની માન્યતા મુજબ જગત અનાદિ-અનંત હોવાથી એ ક્યારે પણ ઉત્પન્ન થયું નથી તથા એ પોતે જ સ્વભાવથી પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org