________________
ગાથા – ૭૪
– ગાથા ૭૩માં શિષ્ય કહ્યું કે કાં તો કર્મનું કર્તાપણું આત્માને ઘટતું નથી ભૂમિકા
1 અથવા કર્મ કરવાનો આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તે કદી છૂટી શકે નહીં. આ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી યોગ્ય લાગતી નથી.
આમ, આત્મા કર્મનો કર્તા નથી, પરંતુ કર્મનો કર્તા કોઈ અન્ય છે તે સંબંધી પોતાને ઉદ્ભવેલા ભિન્ન ભિન્ન વિકલ્પો પૂર્વની ત્રણ ગાથાઓ (૭૧-૭૩) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરે છે. શ્રીગુરુ શિષ્યની પ્રત્યેક દલીલનું એક પછી એક અનુક્રમે નિરસન પાંચ ગાથાઓ (૭૪-૭૮) દ્વારા કરે છે, જેના ફળરૂપે કર્મકર્તુત્વ અંગેના તેના સર્વ સંશય ટળી જાય છે અને તેને “આત્મા કર્મનો કર્તા છે' એવા સમ્યકત્વના ત્રીજા સ્થાનકની સિદ્ધિ થાય છે. ગાથા ૭૧નો ઉત્તર ગાથા ૭૪-૭૫માં અને ગાથા ૭રનો ઉત્તર ગાથા ૭૬-૭૭માં આપ્યો છે. અંતિમ ૭૮મી ગાથામાં કર્તુત્વનો સિદ્ધાંત સારરૂપે આપ્યો છે. આ પ્રમાણે શ્રીમદે શ્રીગુરુના મુખે પાંચ ગાથાઓમાં કર્મકર્તુત્વના ગહન વિષયનો અત્યંત સરળપણે ઉકેલ આપ્યો છે. તેમાં કશે પણ ક્લિષ્ટતા નથી, અપૂર્ણતા નથી, વિરોધ નથી. સરળ ભાષા અને સાદા શબ્દોમાં ગૂઢ સિદ્ધાંતનું પ્રતિપાદન તે શ્રીમદ્ગી અદ્ભુત શૈલી તથા વિષયવિચારણાની વિશદતા દર્શાવે છે.
ગાથા ૭૧ના પૂર્વાર્ધમાં શિષ્ય જણાવ્યું હતું કે “કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અર્થાત્ કર્મનો કર્તા જીવ નથી અને કર્તાના કર્યા વિના કર્મ હોઈ શકે નહીં, તેથી તેનો કોઈ ને કોઈ કર્તા હોવો જ જોઈએ. જો જીવ કર્મનો કર્તા ન હોય તો કર્મનો કર્તા કર્મ જ છે એમ સ્વીકારવું જોઈએ. શિષ્ય કરેલા આ વિકલ્પનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે –
“હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? ગાથા
જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪) ૧- શ્રીમની હસ્તલિખિત પ્રતમાં “ધર્મ'ના બદલે “મર્મ' શબ્દ મળે છે. “મર્મ' શબ્દના પાઠાંતર વિષે બીજી કોઈ માહિતી પ્રાપ્ત નથી. અહીં એટલું નોંધનીય છે કે શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થમાં “ધર્મ' શબ્દાનુસાર અર્થઘટન થયું છે અને તેમણે કરેલો અર્થ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના પછી ખૂબ ટૂંકા ગાળામાં થયો હતો, જે શ્રીમદ્ભી નજર તળેથી નીકળી ચૂક્યો હતો. તેથી આ પાઠાંતર અત્યંત ટૂંક સમયમાં થયું હોય એમ અનુમાન કરી શકાય તથા શ્રી અંબાલાલભાઈએ કરેલ અર્થ શ્રીમદે તપાસ્યા હોવાથી આ પાઠાંતર પ્રમાણભૂત તેમજ આધારભૂત માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org