________________
અર્થ
૫૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ
] કરે? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪)
જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે.
કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪)
- કર્મબંધ ચેતનની પ્રેરણાથી જ થઈ શકે છે. કર્મનું ગ્રહણ થવારૂપ પ્રવૃત્તિ [નાવાય] પ્રેરણાશક્તિ વિના સંભવતી નથી અને પ્રેરણાશક્તિ માત્ર ચેતનમાં છે. જડ પદાર્થોમાં પ્રેરણાસ્વભાવ નથી. પ્રેરણા આપવાનો સ્વભાવ જો જડમાં હોય તો ઘટ-પટાદિ પણ ક્રોધાદિ ભાવરૂપ પરિણમે અને તે પણ કર્મ ગ્રહણ કરે, પરંતુ એમ બનતું નથી. કર્મનું આહવાપણું ચેતનને વિષે જ સંભવે છે, કારણ કે તેનામાં એવી પ્રેરણાશક્તિ છે. કર્મ બાંધવા માટેના પરિણામરૂપ પ્રેરણા ચેતનમાં છે, માટે કર્મનું ગ્રહણ થાય છે. ચેતનની પ્રેરણા ન હોય તો કામણ વર્ગણાનાં પુદ્ગલો કર્મરૂપે પરિણમી શકે જ નહીં. અશુદ્ધ અધ્યવસાયરૂપ પ્રેરણાશક્તિ વડે ચેતન કર્મને રહે છે. જડમાં અધ્યવસાયરૂપ પ્રેરણાશક્તિ નહીં હોવાથી તે કર્મને ગ્રહણ કરવા અસમર્થ છે. આમ, જડ અને ચેતન બનેના ધર્મ વિચારતાં સમજાશે કે કર્મ કરવાની પ્રેરણા કરનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે.
કર્મનો કર્તા કર્મ હોઈ શકે નહીં, કારણ કે જડ કર્મ ચેતનરહિત હોવાથી તેનામાં પ્રેરણા કરવારૂપ ધર્મનો અભાવ છે અને તેથી તે કર્મ ગ્રહણ કરવા માટે સમર્થ નથી. ચેતનનું પ્રેરકરૂપ કારણ ન હોય તો કર્મનું ગ્રહણ થતું નથી. ગાયના ગળામાં પડેલ દોરડામાં ગાંઠ માત્ર દોરડાની શક્તિથી પડતી નથી, પરંતુ એનું પ્રેરક તત્ત્વ કોઈ ચૈતન્ય જ હોય છે. જડ અને ચેતન બન્નેના મૂળભૂત સ્વભાવ અને કર્તાપણાના સિદ્ધાંતનું ઉપરોક્ત રહસ્ય વિચારવાથી સ્પષ્ટ જણાશે કે જીવ જ કર્મનો કર્તા છે. વિશેષાર્થ છે
તે આત્મા ચેતન છે. તે જ્ઞાનમય છે. જ્ઞાન આત્મામાં વ્યાપેલું છે. આત્માની
| ઓળખાણ જ્ઞાન ગુણ દ્વારા થઈ શકે છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org