________________
૬૮૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાન ન થવા દેવું ઇત્યાદિ સ્વભાવથી એક નિશ્ચિત કાળ સુધી સ્મૃત ન થવું એ તેની સ્થિતિ છે. કર્મયુગલો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે પરિણમી આત્મપ્રદેશોની સાથે બંધાયા પછી જ્યાં સુધી પોતાના સ્વભાવને છોડતાં નથી, જ્યાં સુધી કર્મરૂપે રહે છે તે કાળમર્યાદાને સ્થિતિબંધ કહે છે.
સ્થિતિ બે પ્રકારની છે. કર્મોની સ્થિતિની ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે મર્યાદા છે. વધારેમાં વધારે સ્થિતિ (જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (જેનાથી ઓછી સ્થિતિ ન હોય) તે જઘન્ય સ્થિતિ. જીવની સાથે દરેક કર્મ ઉત્કૃષ્ટ અને જઘન્ય કેટલો કાળ રહી શકે એનું માપ જૈન શાસ્ત્રોએ બતાવ્યું છે. દરેક કર્મનો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના આઠમા અધ્યાયના સૂત્ર ૧૫ થી ૨૧ મુજબ આ પ્રમાણે છે –
કર્મપ્રકૃતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | જઘન્ય સ્થિતિ જ્ઞાનાવરણીય | ત્રીસ કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત દર્શનાવરણીય ત્રીસ કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત વેદનીય | ત્રીસ કોડાકોડી સાગરોપમ | બાર મુહૂર્ત મોહનીય સિત્તેર કોડાકોડી સાગરોપમ અંતર્મુહૂર્ત નામ વીસ કોડાકોડી સાગરોપમાં આઠ મુહૂર્ત ગોત્ર વીસ કોડાકોડી સાગરોપમ આઠ મુહૂર્ત આયુષ્ય તેત્રીસ સાગરોપમાં અંતર્મુહૂર્ત અંતરાય | ત્રીસ કોડાકોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત
આ પ્રકારે સર્વ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સ્થિતિ બતાવવામાં આવી છે. આઠે કર્મોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ નિશ્ચિત હોય છે. બંધ વખતે કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ, જઘન્ય કે આ બન્ને સ્થિતિમર્યાદાની વચ્ચે નિયત થાય છે જેને સ્થિતિબંધ કહે છે. કર્મસ્વરૂપે પરિણત થયેલા પુગલસ્કંધોનો જીવ સાથે એકક્ષેત્રાવગાહે રહેવાનો કાળ તેને સ્થિતિબંધ કહે છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
- સ્વામીકત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૮, સુત્ર ૩ની ટીકા
"तत्स्वभावादप्नच्युतिः स्थितिः । यथा - अजागोमहिष्यादिक्षीराणां माधुर्यस्वभावादप्रच्युतिः स्थितिः । तथा ज्ञानावरणादीनामावगमादिस्वभावादप्रच्युतिः स्थितिः ।'
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org