________________
ગાથા-૮૩
६८७ પરંતુ તે સમયે જે વિશિષ્ટ ભાવનું નિમિત્ત પ્રબળ હોય તે રૂપે મોટા ભાગે પરિણમે છે અને બાકીની પ્રવૃતિઓમાં ન્યૂન પ્રમાણમાં પરિણમે છે. જેમ બદામના આહારમાં વૈદ્યક દષ્ટિએ મોટા ભાગે મગજને પોષણ આપવાનો ગુણ રહે છે, જ્યારે માત્ર થોડો જ ભાગ રક્ત-માંસ આદિના પોષણમાં જાય છે, તેમ સમયપ્રબદ્ધ કર્મસ્કંધોનું સમજવું. એટલું વિશેષ જાણવા યોગ્ય છે કે જે પ્રકૃતિઓનું એકબીજા સાથે વિરોધ હોવારૂપ યુગલપણું છે, જેમ કે હાસ્ય-શોક, રતિ-અરતિ, તેમાં તે બેમાંથી માત્ર એકને જ હિસ્સો મળે છે. કોઈ કર્મ એકસાથે હાસ્ય અને શોક, રતિ અને અરતિ એ બન્નેમાં પરિણમતું નથી; તેમજ ત્રણ વેદ અર્થાત્ સ્ત્રી, પુરુષ અથવા નપુંસક એ ત્રણમાંથી માત્ર એક રૂપે જ પરિણમે છે. આયુષ્ય કર્મની જે પ્રકૃતિ છે તે આખા જીવનમાં એક જ વાર બંધાય છે, તેથી પ્રત્યેક સમયે ચહાતાં કર્મપુદ્ગલોમાંથી આયુષ્ય પ્રકૃતિને તે ભવમાં માત્ર એક વાર ફાળો મળે છે, બાકીના સમયમાં કશો ફાળો મળતો નથી.
આમ, ગ્રહણ કરાયેલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ જ્ઞાનાવરણીય ઇત્યાદિ અનેક રૂપમાં પરિણત થાય છે તેને પ્રકૃતિબંધ કહે છે. જે પ્રમાણે લીમડાનો સ્વભાવ કડવાશ અને ગોળનો સ્વભાવ ગળપણ હોય છે, તે પ્રમાણે કર્મમાં આઠ પ્રકારનો સ્વભાવ હોય છે - તેને પ્રકૃતિબંધ કહે છે. પહેલાં કર્મ જ્ઞાનાવરણીય ઇત્યાદિ કયા સ્વભાવનાં છે એ બતાવવું તે પ્રકૃતિબંધ છે. જેવા પ્રકારની પ્રકૃતિ બંધાય છે, તેવા પ્રકારે તે ઉદયમાં આવે છે. સ્થિતિબંધ - કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે, જેમ તે તે કર્મપરમાણુઓમાં આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્મપરમાણુઓમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મા સાથે કેટલા સમય સુધી રહેશે, તે પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. કર્મપરમાણુઓના આત્માની સાથે રહેવાના કાળના નિર્ણયને સ્થિતિબંધ કહે છે.
પ્રત્યેક પ્રકૃતિ પોતાના વિશિષ્ટ કાળ પર્યત રહે છે અને પછી વિલીન થઈ જાય છે. સ્થિતિબંધ કર્મપ્રકૃતિકાળનાં માપ અનુસાર નક્કી થાય છે. સ્વભાવની રચના પછી તે સ્વભાવની વિશિષ્ટ સમય સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિબંધ કહે છે. આ પ્રકૃતિ આટલા વખત સુધી જીવની સાથે રહેશે, પછી નહીં રહે, એમ જે કાળમર્યાદા નક્કી થાય તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે.
અવસ્થાન-કાળનું નામ સ્થિતિ છે. જેટલા કાળ સુધી વસ્તુ ટકે તે તેની સ્થિતિ છે. જેનો જે સ્વભાવ છે તેનાથી વિચલિત ન થવું તે સ્થિતિ છે. જેવી રીતે બકરી, ગાય, ભેંસ વગેરે પશુઓનાં દૂધનું એક નિશ્ચિત કાળ સુધી મધુરતા સ્વભાવથી શ્રુત ન થવું એ તેની સ્થિતિ છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય ઇત્યાદિ કર્મોનું, જીવને પદાર્થોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org