________________
ગાથા-૮૩
૬૮૯
અનુભાગબંધ (રસબંધ) - બદ્ધ કર્મોની ફળ આપવાની શક્તિમાં રહેલી તરતમતાને અનુભાગબંધ કહે છે. સ્વભાવનિર્માણની સાથે કર્મપુદ્ગલમાં તીવ્રતા, મંદતા વગેરે રૂપે ફળાનુભવ આપનારી વિશેષતા નિર્માણ થાય છે. તે વિશેષતાને અનુભાગબંધ અથવા રસબંધ કહે છે. અનુભાગબંધનું કાર્ય કર્મસ્કંધોમાં રહેલી ફળદાનશક્તિને નક્કી કરવાનું અને તે મુજબ જીવને રસાસ્વાદ કરાવવાનું છે.
જે પ્રકારે બકરી, ગાય, ભેંસ ઇત્યાદિનાં દૂધમાં તીવ્ર, મંદ અને મધ્યમ પ્રકારનો રસવિશેષ હોય છે, તે જ પ્રમાણે કર્મપુદ્ગલની ફળ આપવાની શક્તિ એ અનુભાગબંધ છે. વિવિધ પ્રકારના વિપાક, અર્થાત્ ફળ આપવાની શક્તિને અનુભાગબંધ કહે છે. દરેક જીવને પોતાનાં કર્મને અનુરૂપ ફળ મળે છે. તીવ્ર પરિણામથી બાંધેલા કર્મનો વિપાક તીવ્ર હોય છે અને મંદ પરિણામથી બાંધેલા કર્મનો વિપાક મંદ હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિઓમાં જે તીવ્ર, મંદ રસ હોય અને તદનુસાર કર્મની ફળ આપવાની શક્તિની ન્યૂનાધિકતા થાય તે અનુભાગબંધ છે. કર્મપ્રહણ વખતે કર્મમાં જે રસ ઉત્પન્ન થાય છે, તે રસની તરતમતા અનુસાર કર્મના ફળમાં તરતમતા આવે છે.
વિધવિધ કર્મમાં આત્માના વિધવિધ ગુણને દબાવવા વગેરેનો સ્વભાવ છે; પણ સમાન સ્વભાવના દરેક કર્મમાં તે સ્વભાવ એકસરખા પ્રમાણનો હોતો નથી, ન્યૂનાધિક હોય છે. દા.ત. મઘમાં કેફ ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, પણ દરેક પ્રકારનું મધ એકસરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનું મઘ અતિશય કેફ ઉત્પન્ન કરે છે, જ્યારે અમુક પ્રકારનું મદ્ય તેનાથી ઓછા કેફને અને અમુક મદ્ય તેનાથી પણ ન્યૂન કેફને ઉત્પન્ન કરે છે. તેવી રીતે આત્મગુણોને દબાવવા વગેરે કર્મોના સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત્ કર્મોના વિપાક(ફળ)માં તરતમતા હોય છે. દરેક કર્મ કેવો વિપાક (ફળ) આપશે એનો નિર્ણય પણ કર્યગ્રહણ વખતે જ થઈ જાય છે. કર્મવિપાકની તીવ્રતા અને મંદતાના નિશ્ચયને અનુભાગ(રસ)બંધ કહે છે.
જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે. પરંતુ જોવામાં આવે છે કે દરેક જીવમાં જ્ઞાન ગુણનો અભિભવ સમાનપણે હોતો નથી. કોઈ વ્યક્તિ અમુક વિષયને સમજવાનો બહુ પ્રયત્ન કરવા છતાં અતિશય સ્થૂળ દૃષ્ટિથી સમજી શકે છે,
જ્યારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અલ્પ પ્રયત્નથી સૂક્ષ્મ દૃષ્ટિથી સમજી જાય છે. વળી, ત્રીજી વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી બોધ કરી લે ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ', અધ્યાય ૮, સૂત્ર ૩-૬ 'तद्रसविशेषोऽनुभवः । यथा अजागोमहिष्यादिक्षीराणां तीव्रमन्दादिभावेन रसविशेषः तथा कर्मपुद्गलानां स्वगतसामर्थ्यविशेषोऽनुभव ।'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org