________________
ગાથા-પ૭
૨૨૯
પ્રશ્ન જ રહેતો નથી. આવી રીતે તત્ત્વનો વિચાર કરવાથી તથા તેનો નિર્ણય કરવાથી પરવતુ હવાની, ભોગવવાની કે પોતાની બનાવવાની ઇચ્છાઓ વિલય પામે છે અને વર્તમાન પર્યાયનું સ્વરૂપપરિણમન કરવા પ્રત્યે લક્ષ કેન્દ્રિત થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા નથી એમ સમજવાથી કોઈ મારું ખરાબ કરશે તો?' એવો ભય પણ નીકળી જાય છે અને કોઈ મારું સારું કરશે એવી ગુલામીની વૃત્તિ પણ નીકળી જાય છે. આત્મા અને પુદ્ગલની ભિન્નતા અને સ્વતંત્રતા જાણવાથી સ્વાધીનતાનો ભાવ પુષ્ટ થાય છે.
સ્વ-પરની સત્તા ભિન્ન હોવા છતાં, ‘પરવસ્તુનાં કાર્યો મારાથી થાય છે' એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાના અધિકાર ઉપર તરાપ મારે છે, પર પોતાને આધીન છે એમ માનીને તેની સ્વાધીનતા હણવા માંગે છે; પરંતુ પારદ્રવ્ય કાંઈ તેને આધીન થઈને પરિણમતું નથી. અજ્ઞાની પરના આશ્રયે પરિણમતો હોવાથી આકુળવ્યાકુળ થઈને પોતે પોતાની સ્વાધીનતા હણે છે. પોતે પરદ્રવ્યનું કાર્ય કરી શકતો ન હોવા છતાં અજ્ઞાની જીવ તેમ કરવાની ઇચ્છા રાખે છે, પ્રયત્ન કરે છે અને તેથી તે ચિંતિત થાય છે. દુ:ખી થાય છે. જેમ એક રાજાની સત્તા ઉપર બીજો રાજા અધિકાર જમાવવા જાય તો બન્ને વચ્ચે યુદ્ધ થાય છે, તેમ ચૈતન્ય અને જડ બને પદાર્થો પોતપોતાની સ્વતંત્ર સત્તાના રાજા છે, પરંતુ આત્મા પરને પોતાનું માનીને તેની સત્તામાં ઘાલમેલ કરવા જાય તો ત્યાં વિસંવાદ ઊભો થાય છે; એટલે કે આત્માની શાંતિ હણાય છે, અશાંતિ થાય છે, દુઃખ થાય છે. પરથી અત્યંત વિભક્ત અને પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોથી એકત્વરૂપ એવી પોતાની ચૈતન્યસત્તા લક્ષમાં લેતાં શાંતિ અનુભવાય છે, સુખ મળે છે.
અનાદિ કાળથી જીવ મિથ્યાત્વમાં પડ્યો છે. જીવ પોતે શુદ્ધ આત્મસ્વરૂપ છે, પરંતુ તે પોતાના મૂળ સ્વરૂપને વીસરી ગયો છે અને જડ શરીરમાં હુંપણાની મિથ્યા માન્યતા કરી બેઠો છે. ત્રણ લોકનો નાથ હોવા છતાં તે પોતાના પૂજ્ય પદને ભૂલી, નીચ પદમાં સ્વપણું માની બેઠો છે. તેનામાં મોહની ગ્રંથિ એવી તો ગાઢ બંધાઈ ગઈ છે કે તેની માન્યતામાં આત્મા તથા પરદ્રવ્યનું એકત્વપણે સંધાન થઈ ગયું છે. આત્મા અને દેહ ભિન્ન હોવા છતાં તે દેહને પોતાનું સ્વરૂપ માને છે. દેહની વધ-ઘટને પોતાની વધ-ઘટ માને છે. સ્વરૂપવિભ્રાંતિના કારણે તે પરમાં અહ-મમબુદ્ધિ તથા કર્તુત્વ-ભોસ્તૃત્વ બુદ્ધિ કરે છે અને તેથી વિશ્રાંતિથી દૂર જ રહે છે. આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન શુદ્ધ ચૈતન્યઘન છે, પરંતુ નિજપદની પ્રતીતિ ન હોવાથી તે આધિ, વ્યાધિ, ઉપાધિનાં અનેક દુઃખો સહન કરે છે. જો તે પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે, હું તો માત્ર જાણનાર જ છું' એમ પ્રતીતિ કરે તો સર્વ દુઃખનો નાશ થાય અને પરમ આનંદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org