________________
૨૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાય છે અને શરીરને જ પોતાનું સ્વરૂપ સમજવા લાગે છે. શરીર તે હું' એવા શરીર સાથેના પોતાના એકત્વનો ભ્રમ નિવૃત્ત કરવા અર્થે સાધકે સ્વાત્મા અને શરીરનો સ્વભાવ ભિન્ન છે એમ નિશ્ચય કરીને, સ્વરૂપમય ભાવ કરવા યોગ્ય છે. જીવે આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરવા યોગ્ય છે, તેમાં એકાગ્ર થવા યોગ્ય છે. આત્માની યથાર્થ સમજણ પ્રાપ્ત કરી, આત્માથી ભિન્ન છે એવી સર્વ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી, સ્વાત્માને જ ચિતવતાં આત્માનું સંવેદન થાય છે.
સ્વસંવેદન વખતે જીવને અતીન્દ્રિય એવું આત્મસ્વરૂપ અનુભવાય છે. આત્મા અત્યંત નિર્મળ અને સ્પષ્ટ અનુભવાય છે. અજ્ઞાન-અંધકાર દૂર થતાં શુભ ચાંદનીની પૂતળી સમાન આત્મા જણાય છે. આત્મસ્વરૂપનો જ અનુભવ કરતો તે જીવ વચનાતીત અને સ્વાધીન એવા પરમાનંદને પામે છે. તે અતીન્દ્રિય આત્મિક સુખનો આસ્વાદ માણે છે. આમ, જડ શરીર અને ચૈતન્ય આત્માની ભિન્નતાને જે યથાર્થપણે લક્ષમાં લે છે તે સ્વાનુભવ પામે છે. શ્રીમદ્ તેમના પ્રસિદ્ધ કાવ્યમાં પ્રકાશે છે -
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; પુદ્ગલરૂપ શરીર, જડ પદાર્થ અને પરમ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય આત્મા એ બન્ને દ્રવ્યનો સ્વભાવ જુદો છે એવું જેને સુપ્રતીતપણે સમજાય છે તથા સ્વપરપ્રકાશક આત્મા તે જ મારું સ્વરૂપ છે તથા શરીરાદિ જડ તો માત્ર સંયોગસંબંધરૂપ છે અથવા જડ તો શેયરૂપ પરદ્રવ્ય છે, મારાથી અત્યંત ભિન્ન છે, હું તો તે શેયનો જ્ઞાતા-દ્રષ્ટા જ છું' એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને શરીરાદિ જડથી ઉદાસીનતા થઈને આત્મામાં પ્રવર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે.
- જે આત્માને શરીરથી અને સર્વ પદ્રવ્યોથી ભિન્ન માને, તે ‘પદ્રવ્યથી મને લાભ કે નુકશાન થશે’, ‘પદ્રવ્યનું કાર્ય હું કરી શકું છું' એવું માને નહીં. શરીરાદિ પરદ્રવ્યો પોતાથી અત્યંત ભિન્ન હોવાથી પોતાની ઇચ્છાનુસાર તેનું પરિણમન થઈ શકતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન તેની પોતાની સ્વતંત્રતાથી તથા તે સમયની તેની યોગ્યતા અનુસાર તેના પોતામાં થાય છે, તેની બહાર થતું નથી. જો દરેક દ્રવ્યનું પરિણમન સ્વદ્રવ્યની અંદર જ થાય છે, બહાર થઈ શકતું જ નથી; તો પરદ્રવ્યને ભોગવવાનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨, કડી ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org