________________
ગાથા-પ૭
જડ શરીરનાં લક્ષણ નથી, તેથી શુદ્ધાત્મા શરીરથી તદ્દન જુદો છે. આ લક્ષણભેદનો વિચાર કરવાથી આત્મા જણાય છે.
લક્ષણોને યથાર્થપણે જાણી ભેદજ્ઞાન કરવાથી દેહાદિથી ભિન્ન એવા આત્માનો અનુભવ થાય છે. માટે નિર્ણય કરવા યોગ્ય છે કે હું ચૈતન્યસ્વરૂપી આત્મા છું. શરીર અચેતન છે અને હું જ્ઞાનસ્વરૂપ છું. હું અચેતન નથી. હું અચેતન થતો નથી. હું જુદો છું અને શરીર જુદું છે. હું શરીરનો નથી, શરીર મારું નથી.' આ પ્રમાણે જુદાં જુદાં લક્ષણો દ્વારા આત્મા અને શરીરની ભિન્નતા વિચારવાથી આત્માનો અનુભવ થાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશમાં લખે છે કે “હે શિષ્ય, તું જીવ અને અજીવને એક ન કર, એટલે કે તે બન્નેને એકરૂપ ન માન; કારણ કે આ બન્નેમાં લક્ષણના ભેદથી ભેદ છે. જીવથી અજીવનાં લક્ષણ જુદાં છે, માટે જીવ અને અજીવ ભિન્ન ભિન્ન પદાર્થો છે. તે બન્નેને હે શિષ્ય, એક જાણીશ નહીં. દેહાદિ અજીવ છે, તેથી તે પર છે. તેને પર જ માન, આત્માથી ભિન માન. જે શુદ્ધ જ્ઞાન લક્ષણથી સંયુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે તેને જ સ્વ માન. જે પર છે તેને તે પર જાણ અને આત્મા આત્માની સાથે અભેદ છે એમ હું કહું છું તે તું માન્ય કર, શ્રદ્ધા કર.'૧
દેહાદિ અચેતન - જડ છે, કારણ કે જડના ગુણ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તેમાં પ્રત્યક્ષ જણાય છે. આત્મા ચેતન છે, કારણ કે તે સર્વને જાણે છે તથા સુખ-દુ:ખ અનુભવે છે. આ જ્ઞાનાદિ ગુણો દેહાદિમાં નથી. દેહાદિના વર્ણ આદિ ગુણો આત્મામાં નથી, તેનાથી જુદા એવા જ્ઞાનાદિ ગુણો આત્માના છે; એમ ચેતનના ગુણોથી ચેતનને ઓળખીને જડથી જુદો નિરંતર ભાવતાં તેનો સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ થાય છે.
પાષાણમાં સુવર્ણ છે, કાષ્ઠમાં અગ્નિ છે, દૂધમાં ઘી છે; એ જ રીતે દરેક જીવંત શરીરમાં આત્મા છે. સુવર્ણપાષાણમાં દેખાતી કાંતિ તે સુવર્ણનો ગુણ છે, કાષ્ઠમાં દેખાતો કાઠિન્ય ગુણ તે અગ્નિનું સ્વરૂપ છે, દૂધમાં દેખાતી મલાઈ તે ઘીનું ચિહ્ન છે; તેમ શરીરમાં જણાતો ચૈતન્યસ્વભાવ, જ્ઞાન તે આત્માનું ચિહ્ન છે. વળી, જેવી રીતે સુવર્ણપાષાણનું શોધન કરવાથી સુવર્ણને પમાય છે, કાષ્ઠને જોરથી ઘસવાથી અગ્નિ પ્રગટે છે અને દૂધને જમાવીને વલોવવાથી ઘી મળે છે; તેવી રીતે ‘આ શરીર જડસ્વભાવી છે અને હું - આત્મા ચૈતન્યસ્વભાવી છું', એમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આત્માનો અનુભવ થાય છે, તેનું વેદન થાય છે.
બહિરાત્મા શરીરને જ પોતાનું સ્વરૂપ સમજે છે. તે નિજ આત્મસ્વરૂપને ભૂલી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૩૦
'जीवाजीव म एक्कु करि लक्खण-भैएँ भेउ । जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org