________________
૨૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરિણતિ થતી નથી. જે અનેક (જુદાં) છે તે સદા અનેક જ રહે છે. ૧
ચેતન અને જડ માત્ર સંયોગ સંબંધે સાથે રહે છે, અન્યથા બન્નેના સ્વભાવ જુદા છે, બન્નેના ગુણધર્મો જુદા છે, બન્નેનાં કાર્યો જુદાં છે. જીવ અને પુદ્ગલ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ પોતપોતાનાં સ્વરૂપથી જુદું એવું એક પણ પરિણામ તે પામતું નથી અને તેથી બન્ને દ્રવ્યોનો જુદો જુદો વૈતભાવ પ્રગટ છે.
દેહાદિ જડ છે અને આત્મા ચેતન છે એમ દ્રયભાવ કાયમ રહે જ છે. બન્ને પદાર્થોનો વૈતભાવ સદા રહે જ છે. ભેદજ્ઞાન કરનાર જીવને આ ભાન પ્રગટ્યું હોય છે. તેને આત્મા અલગ છે અને શરીર અલગ છે એવું જ્ઞાન હોય છે. તે પોતાને સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, જ્ઞાનસ્વભાવી માને છે. ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી ‘તત્ત્વજ્ઞાનતરંગિણી'માં પ્રકાશે છે કે જેમ અનેક વસ્તુઓ ભેગી મળેલી હોય છતાં તે પ્રત્યેકના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ લક્ષણોની જેને બરાબર ખબર છે તેવા ચતુર જનો તે પ્રત્યેકને તેનાં લક્ષણો ઉપરથી ઓળખીને જુદી જુદી કરી શકે છે; તેમ આત્મા, દેહ અને કર્મનાં ભિન્ન ભિન્ન લક્ષણોને યથાર્થ જાણનાર જ્ઞાનીપુરુષો, અનાદિથી ભેગાં મળેલાં એ દ્રવ્યોને ભેદજ્ઞાનના સતત અભ્યાસથી અત્યંત જુદાં જાણી, પોતાના આત્મતત્ત્વને તે દેહાદિ જડ દ્રવ્યથી ભિન્ન અનુભવી શકે છે.
જીવ જો આત્મા અને દેહનાં લક્ષણો વિચારે તો આત્મા તેને દેહથી ભિન્ન જણાય છે. તે બન્નેનાં ભિન્ન ભિન્ન લક્ષણો યથાર્થપણે જાણે તો આત્મા જણાય છે. આત્મા અને દેહનાં લક્ષણો જુદાં છે. વર્ણ, રસાદિ દેહનાં લક્ષણો છે અને વર્ણ, રસાદિથી રહિત એવું શુદ્ધ ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૫૩
'नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत ।
उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ।।' ૨- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકત, ‘સમયસારનાટક', કર્તાકર્મક્રિયાકાર, સવૈયા ૧૦
'जीव पुद्गल एक खेत अवगाही दोउ, अपने अपने रूप कोउ न टरतु है । जड़ परिनामनि को करता है पुद्गल,
चिदानन्द चेतन सुभाउ आचरतु है ।।' ૩- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૮, શ્લોક ૧૯, ૨૦
'मिलितानेकवस्तुनां स्वरूपं हि पृथक पृथक् । स्पर्शादिभिर्विदग्धेन निःशंक ज्ञायते यथा ।। तथैव मिलितानां हि शुद्धचिद्देहकर्मणां । अनुभूत्या कथं सद्भिः स्वरूपं न पृथक पृथक् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org