________________
ગાથા-૫૭
૨૨૫
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ હોવો તેને અત્યંતભાવ કહે છે. એક પદાર્થનું બીજા પદાર્થમાં અસ્તિત્વ ન હોવું તેને અત્યંતભાવ કહે છે. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી સર્વદા સતું જ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સર્વદા અસતું જ છે. બે દ્રવ્યો વચ્ચે અત્યંતભાવ ન હોય તો બધાં દ્રવ્યો અસ્વરૂપ થઈ જાય, અર્થાત્ પોતપોતાના સ્વરૂપને છોડી દે. પ્રત્યેક દ્રવ્યની કોઈ વિભિન્નતા રહે નહીં. જગતમાં બધાં દ્રવ્યો એક થઈ જાય. અત્યંતભાવને ન માનવાથી કોઈ પણ પદાર્થનું કોઈ પણ અસાધારણ રૂપમાં કથન ન થઈ શકે.
જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં પરસ્પર અત્યંતાભાવ હોવાથી તે બન્નેના સ્વભાવ ક્યારે પણ એકપણું પામતા નથી. આત્મા અને દેહ એકક્ષેત્રાવગાહ સ્થિતિમાં રહેતા હોવા છતાં, બન્નેમાંથી કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવનો ત્યાગ કરી, અન્યરૂપ થઈ એકપણું પામતું નથી. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે –
‘બન્ને વિરોધી પદાર્થો ચિરકાળ સુધી સાથે રહેવા છતાં પણ એક થઈ જતા નથી. સ્થૂળ પદાર્થોમાં પણ એમ છે અને સૂક્ષ્મ પદાર્થોમાં પણ એમ જ છે. જેમ કે એક મોટા વાસણમાં નાનાં-મોટાં ફળ નાખવામાં આવે. પહેલાં નાળિયેર, પછી એપલ, પછી લીંબુ, પછી સોપારી, પછી બોર, પછી મરી, પછી રાઈ, પછી ખસખસ આમ આખુંયે વાસણ ભરી દેવામાં આવે અને તેને ઘણા સમય સુધી રાખી મૂકવામાં આવે, તો મોટાં ફળ તો જલદી અલગ પડી જશે. નાનાં ફળોને જુદા પાડવામાં થોડી મહેનત થશે પણ જુદાં થાય ખરાં. અરે! રાઈ અને ખસખસ જુદાં પાડતાં દમ નીકળી જાય. છતાં જુદાં પડી શકે. એક ન થઈ જાય.”
મૂર્ત પદાર્થોનો અરસપરસ એકત્વરૂપ મેળ કદી પણ થઈ શકતો નથી, તો પછી અમૂર્ત જ્ઞાનસ્વભાવી આત્મા અને દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે મૂર્ત, જ્ઞાનરહિત જડ પદાર્થોનો એકત્વરૂપ સંબંધ કઈ રીતે થઈ શકે? એ પ્રમાણે બનવું ત્રણે કાળ અસંભવિત છે. આત્મા પરદ્રવ્યરૂપ નથી થતો અને પારદ્રવ્ય આત્મારૂપ નથી થતું.
જડ અને ચેતન બને દ્રવ્ય પોતપોતાના ગુણાદિને અનુસરીને ભિન્ન ભિન્ન નિજગુણપર્યાયપણે પ્રવર્તી રહ્યાં છે અને નિજસ્વરૂપને છોડતાં નથી, બન્નેનો જુદો જુદો વૈતભાવ સ્પષ્ટ અનુભવાય છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં પ્રકાશે છે કે બે દ્રવ્ય સાથે મળીને પરિણમતાં નથી, બેનું એક પરિણામ થતું નથી અને બેની એક ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૫૯ ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દ્રદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૭
'अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जि ण होइ । परु जि कयाइ वि अप्पु णवि णियमें पभणहिं जोइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org