________________
ગાથા - ૪૪
- ગાથા ૪૩માં છ પદોનો નામનિર્દેશ કર્યા પછી તેના વિસ્તૃત વર્ણન માટે ભૂમિકા
"| યોજેલો સંવાદ શરૂ કરતાં પહેલાં પ્રસ્તાવનારૂપે શ્રીમદ્ બીજી એક ગાથાની રચના કરે છે, જેમાં તે છ પદનું સર્વદર્શનવ્યાપક ગાંભીર્ય તથા તે છ પદના નિરૂપણનું પ્રયોજન દર્શાવ્યું છે.
જે છ પદ ઉપર જગતમાં પ્રવર્તતાં મુખ્ય છ દર્શન યોજાયાં છે, તે છ પદના કથનનો પવિત્ર આશય સમજાવતાં શ્રીમદ્ લખે છે કે –
“ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ; | ગાથા |
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” (૪૪) એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી અર્થ
* ષટદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૪)
સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકરૂપ એવાં આત્માનાં છ પદને [ ] અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અર્થાત્ આ ગાથામાં તેનો સામાન્ય નામનિર્દેશ કર્યો છે. આ છ પદનો વિશેષ વિચાર કરતાં પ્રસિદ્ધ પ્રદર્શન પણ તે જ છે એમ જણાય છે. પડદર્શનની મુખ્ય પ્રયોજનભત તત્ત્વચર્ચા આ ષપદમાં સંક્ષેપમાં સમાવેશ પામી જાય છે, કારણ કે ગમે તે દર્શન કે તત્ત્વજ્ઞાન આ છ પદ સિવાય કોઈ અન્ય પદ ઉપર અભિપ્રાય બાંધી શક્યાં નથી, અથવા તો બાંધી શકે તેમ પણ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરીને ષપદનું અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ દર્શનચર્ચાનું સમન્વયકારી તત્ત્વરહસ્ય હસ્તગત થાય છે.
જ્ઞાનીઓએ આ પપદની ચર્ચા કોઈ ખંડન-મંડનના પ્રયોજનથી કરી નથી, પરંતુ આત્મતત્ત્વનો યથાર્થ નિર્ણય તથા નિશ્ચય થાય એવા પરમાર્થહેતુએ આ સર્વદર્શનવ્યાપક તત્ત્વગાંભીર્યસંપન્ન ષપદ પ્રકાશ્યાં છે. અનાદિ સ્વપ્નદશાના કારણે ઉત્પન્ન થયેલો જીવનો અહ-મમભાવ નિવૃત્તિ પામે તથા પોતાના કર્મકૃત વ્યક્તિત્વ અને કર્મકૃત ભાવોથી ભિન્ન એવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ થાય અને તેમાં લીનતા થવાથી સ્વસ્વભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય એવા પરમાર્થપ્રયોજનથી શ્રીમદે આ છ પદની દેશના પ્રકાશી છે. આમ, પદર્શનના મતભેદમાં ન પડતાં એક આત્મા તરફ વાંચનારનું લક્ષ દોરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org