________________
ગાથા-૫૪
૧૮૧
મને કંઈ ખબર નથી' એવું જાણવાનું પણ ન બની શકે. સ્વપ્નરહિત ગાઢ નિદ્રામાં પણ જ્ઞાન તો ઉપસ્થિત હોય જ છે. શરીર સૂઈ રહ્યું છે એ આત્મા જાણે જ છે અને તેથી જ માણસ ઊઠ્યા પછી કહી શકે છે કે રાતભર ઘસઘસાટ ઊંઘ આવી. એક પણ સ્વપ્ન આવ્યું ન હતું.' આત્મા ગાઢ નિદ્રામાં પણ જ્ઞાન કરે જ છે, માટે જ તે ઊઠ્યા પછી તેનું સ્મરણ કરી શકે છે.
આમ, ‘હું ઊંઘી ગયો હતો', “મને સ્વપ્ન આવ્યું હતું' ઇત્યાદિ પ્રકારે જુદી જુદી અવસ્થાઓનું સ્મરણ થતું હોવાથી આત્મા જાગૃત, સ્વપ્ન કે નિદ્રા એ સર્વ અવસ્થાઓમાં ન્યારો ને ન્યારો જ તરી આવે છે. આત્મા આ ત્રણે અવસ્થાઓથી ન્યારો રહી તેને જાણે છે. આ તથ્યને સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
સ્મૃતિ
" તે અવસ્થાઓ વ્યતીત થયે વીતી ગયે પણ આત્માનું હોવાપણું છે, આત્માનું અસ્તિત્વ છે, અને તે તે વીતી ગયેલી અવસ્થાને આત્મા જાણે છે, અનુભવથી અનુભવે છે કે હું જાગતો હતો, હું સારી પેઠે ઊંઘી ગયો હતો, મને કેવું સુંદર સ્વપ્ન આવ્યું હતું, એવો અનુભવ કરતો આ આત્મા પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે.’૧
-
-
આમ, જાગૃતાદિ અવસ્થાઓ શરીરની છે, આત્માની નથી; આત્મા સદા ન્યારો ને ન્યારો રહે છે. આત્મા જાગૃતાદિરૂપ નથી બની જતો, તે તેનાથી પૃથક્ રહે છે. તે ક્યારે પણ જાગૃતાદિ અવસ્થારૂપ થતો નથી, તે ભિન્ન રહીને માત્ર તેને જાણે છે. આત્મા જાગૃત, નિદ્રા અને સ્વપ્ન એ ત્રણે અવસ્થાઓથી જુદો છે અને તે એ ત્રણે અવસ્થાઓનો જ્ઞાતા-દ્રષ્ટા છે. જાગૃતાદિ બદલાતી અવસ્થાઓનું જ્ઞાન કરનાર આત્મા છે.
Jain Education International
-
આત્માનું અસ્તિત્વ જેમ જાગૃત, નિદ્રા અને સ્વપ્ન અવસ્થાના ઉદાહરણથી સિદ્ધ થાય છે; તેમ બાળ, યુવાન અને વૃદ્ધ અવસ્થાના આધારે પણ તે સરળતાથી સમજી શકાય છે.
દેહનો જન્મ થાય છે ત્યારે બાળ અવસ્થા હોય છે, પછી તેનો નાશ થાય છે અને યુવાન અવસ્થા આવે છે, પછી તેનો અંત આવે છે અને વૃદ્ધ અવસ્થા આવે છે. બાળ અવસ્થામાંથી ક્રમશઃ યુવાન અવસ્થા આવે છે અને યુવાન અવસ્થામાંથી ક્રમશઃ વૃદ્ધ અવસ્થા આવે છે. દેહની અવસ્થાઓ નિરંતર પરિવર્તન પામે છે. શરીરમાંથી પ્રતિક્ષણ જૂનાં પુદ્ગલો છૂટાં પડે છે અને નવાં પુદ્ગલો ઉમેરાય છે, તેથી બાળ અવસ્થામાં જે શરીર હોય તે યુવાન અવસ્થા આદિમાં નથી હોતું; તેમ છતાં બાળ અવસ્થાની વાતો યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થામાં યાદ રહે છે. વર્ષો વીતતાં તે બાળકમાંથી પ્રૌઢ, ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org