________________
૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે."
આ પક્ષદકથનનો મૂલાધાર આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત ‘સન્મતિતક પ્રકરણ છે. તેમાંથી મળેલા બિંદુમાં છુપાયેલા સિંધુને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર’માં, “સમ્યત્વ જસ્થાન ચઉપઇ' માં તથા “સમકિતના સડસઠ બોલની સઝાય'માં પ્રગટ કર્યો છે. એ જ વિષયને શ્રીમદે છ પદના પત્રમાં સ્પષ્ટ અને સરળ ભાષામાં સફળ રીતે ગૂંચ્યો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમકિતના સડસઠ બોલની સક્ઝાય માં દર્શાવેલાં જસ્થાનનું વિવરણ અને શ્રીમનો છ પદનો પત્ર જોતાં એ બન્નેમાં અત્યંત સામ્ય જણાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે –
“ઠરે જિહાં સમકિત તે થાનક, તેહનાં ષટવિધ કહીએ રે, તિહાં પહિલું થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીએ રે; ખીરનીરપરે પુગલમિશ્રિત, પણ એહથી છે અળગો રે,
અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વળગો રે.' જે ઠેકાણે સમકિત ઠરે, એટલે કે સ્થિર રહે તેને સ્થાનક કહે છે. તેના છ પ્રકાર છે. તેમાં પહેલું ચેતન સ્થાનક છે, જે આત્માનું લક્ષણ છે; એટલે કે આત્મા ચેતના લક્ષણવંત છે. દૂધમાં નાખેલા પાણીની જેમ આત્મા પુદ્ગલની સાથે મિશ્રિત થયો છે, તેમ છતાં પણ તે તેનાથી જુદો છે. જો અનુભવરૂપી હંસની ચાંચ લાગે તો તે આત્મારૂપી દૂધ પુદ્ગલરૂપી પાણીની સાથે એકમેક થઈને ન રહે; અર્થાત્ જેમ હંસ દૂધ અને પાણી જુદું કરે છે, તેમ અનુભવજ્ઞાનથી આત્મા પુદ્ગલથી જુદો થઈ શકે છે. અનુભવજ્ઞાનરૂપી હંસની ચાંચ જો આત્મા અને પુગલના સંયોગને લગાડવામાં આવે તો સ્વ અને પરની વહેંચણી થવાથી “આત્મા મુગલ સાથે એકમેક થઈ ગયો’ એમ નહીં દેખાય, પરંતુ તે પુગલથી જુદો જ છે' એમ બરાબર સમજાશે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪-૩૯૫ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર') ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સમકિતના સડસઠ બોલની સક્ઝાય', કડી ૬૨-૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org