________________
ગાથા-૪૩
‘બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસારે રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાયો રે દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાયા રે.' બીજું સ્થાનક આત્મા નિત્ય છે, કેમ કે તે આત્મા પૂર્વની અનુભવેલી વસ્તુને યાદ કરે છે; તે એવી રીતે કે જેમ કોઈ બાળક જન્મ્યું કે તે પોતાની માતાનું સ્તનપાન કરે છે, એ તેને કોણે શીખવ્યું? એ વાસના તેને પૂર્વભવના અનુસારે પ્રાપ્ત થઈ જાણવી. આત્મા નિત્ય છે અને સંસારપરિભ્રમણમાં તે આત્માની પર્યાય જેવાં કે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી એ અનિત્ય છે. દેવાદિ પર્યાયો અનિત્ય છે, પરંતુ આત્મા દ્રવ્ય હોવાથી બદલાતો નથી, તેથી નિત્ય છે. આત્મરાજા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણના કારણે અવિચલિત અને અખંડિત છે.
‘ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મતણે છે યોગે રે, કુંભકાર જિમ કુંભતણો જગ, દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્યકર્મનો નગરાદિકનો, તે ઉપચાર પ્રકારે રે’
ત્રીજું સ્થાનક ચેતન એટલે કે આત્મા કર્તા છે. કુંભાર જેમ દંડ, ચક્રાદિના સંયોગ વડે ઘડાનો કર્તા છે, તેમ ચેતન એટલે આત્મા મન, વચન, કાયાના યોગ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા છે. નિશ્ચયનયથી આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોનો કર્તા છે. અનુપરિત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયથી નગર આદિનો કર્તા છે.
Jain Education International
‘ચોથું થાનક ચેતન ભોક્તા, પુણ્ય પાપ ફળકેરો રે, વ્યવહારે નિશ્ચય નય દૃષ્ટ, ભુંજે નિજ ગુણ નેરો રે; પાંચમું થાનક છે પરમ પદ, અચલ અનંત સુખવાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહીએ, તસ અભાવે સુખ ખાસો રે.'
૧૭
ચોથું સ્થાનક જીવ એટલે કે આત્મા ભોક્તા છે વ્યવહારનયના મત અનુસાર જીવ પુણ્ય અને પાપનાં ફ્ળનો ભોગવનાર છે, પણ નિશ્ચયનયની દૃષ્ટિએ જોતાં તે ફક્ત પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનો જ ભોક્તા ઠરે છે. પાંચમું સ્થાનક મોક્ષ છે. જ્યાં નિશ્ચલ અને અનંત સુખનો વાસ છે. આધિ એટલે માનસિક પીડા અને વ્યાધિ એટલે શારીરિક પીડા જ્યાં ઉત્પન્ન થાય છે તેવાં મન અને શરીરનો જ્યાં અભાવ છે એવા મોક્ષમાં સર્વોત્તમ સુખ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org