________________
ગાથા-૭૭
૫૮૫
પણ યોગ્ય નથી, કારણ કે પ્રથમ તો એ પ્રશ્ન થાય કે જો ઈશ્વર સંહાર કરે છે, તો તે હંમેશાં સંહાર કર્યા કરે છે કે માત્ર પ્રલય કાળ આવે ત્યારે જ સંહાર કરે છે? જો સદા સંહાર કરે તો જેમ ઈશ્વરના રક્ષકપણાની સ્તુતિ કરવામાં આવે છે, તેમ તેના સંહારકપણાની નિંદા પણ કરવી જોઈએ; કારણ કે રક્ષા અને સંહાર બન્ને પરસ્પર પ્રતિપક્ષી છે.
વળી, ઈશ્વર સંહાર કેવી રીતે કરે છે? પોતાના હાથથી સંહાર કરે છે કે બીજા પાસે સંહાર કરાવે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિથી કોઈને મારે કે કોઈ પાસે મરાવે, તેમ ઈશ્વર પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી મરાવે છે? જો પોતાના અંગોથી સંહાર કરતો હોય તો આ જગતમાં ક્ષણ ક્ષણમાં અનંત જીવો મરે છે તેનો સંહાર એકલે હાથે કેવી રીતે કરી શકે? સર્વ લોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે, તો એ કયાં કયાં અંગોથી અથવા તો કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે સંહાર કરે છે? જો ઈશ્વર બીજાની સહાય લઈને સંહાર કરતો હોય તો તે સહાય કરનારા કોણ છે?
કેટલાક એમ દલીલ કરે છે કે ઈશ્વર તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર સંહાર સ્વયં થાય છે. તો પ્રશ્ન થાય કે અનેક જીવોને એકસાથે મારવાની ઇચ્છા તેને શા માટે થતી હશે? શું તેને સદાકાળ મારવારૂપ પરિણામ જ રહ્યા કરતાં હશે? જો ઈશ્વરની ઇચ્છામાત્રથી સંહાર થઈ જતો હોય તો શું એવી મોટી પદવીવાળાની વૃત્તિ ‘માર, માર ને માર' એવી અધમ હશે? થોડા જીવોનો સંહાર કરનારને દુષ્ટપરિણામી કહેવામાં આવે છે તો આવા અનંત જીવોનો સંહાર કરનાર તો કેવો નિર્દયી ઠરે!
વળી, જો તે મહાપ્રલય થતાં સંહાર કરતો હોય તો તે ઇચ્છા થતાં કરે છે કે ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા થતાં કરતો હોય તો ઈશ્વરને એવો ક્રોધ શા કારણે થયો કે સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ? કારણ વિના ઇચ્છા થાય નહીં. સર્જન કરવાની ઇચ્છા તે રાગ અને નાશ કરવાની ઇચ્છા તે દ્વેષ સૂચવે છે. ઈશ્વરમાં જો સર્જન-વિનાશની ઇચ્છા માનવામાં આવે તો તે રાગ-દ્વેષવાળો ઠરે છે. જો ઈશ્વર રાગીહેપી સિદ્ધ થાય તો, રાગ-દ્વેષ તો કર્મબંધનનું - મહાદુઃખનું મૂળ છે. જો રાગી-બીને ઈશ્વર કહેવાતો હોય તો શા માટે માત્ર ઉપરવાળાને જ ઈશ્વર કહેવો? જીવ પણ શા માટે ઈશ્વર ન કહેવાય? વળી, જો ઈશ્વરને પણ રાગ-દ્વેષ હોય તો અન્ય જીવોને રાગવૈષ છોડી સમતાભાવ રાખવાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? તથા જો કારણ વિના ઇચ્છા થાય છે એમ માનવામાં આવે તો એ ઇચ્છા બહાવરાની ઇચ્છા જેવી થઈ. સૃષ્ટિને રચવામાં તથા નાશ કરવામાં ઈશ્વરને જો કશું પ્રયોજન ન હોય છતાં તે રચના તથા સંહાર કરે તો તે ઉન્મત્ત જેવો જ હોવો જોઈએ. પ્રયોજન વિના એક કીડી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org