________________
ગાથા-૬૭
393
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો એક પ્રકાર છે. જીવના ભવોભવના ભમણ દરમ્યાન તેણે જે જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય; તે તે સર્વ આત્મામાં કોતરાઈ જાય છે અને ટકી રહે છે. જે જે વિષયોની ઊંડી છાપ વિચાર, અનુપ્રેક્ષણ અને અનુભવના કારણે આત્મામાં પડી જાય, તે તે સર્વ સંસ્કારો મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં સમાય છે. આ સંસ્કારોના ઉદયબળથી તે તે વિષયોનું જ્ઞાન ઊપસી આવીને કાર્યશીલ થાય છે. કેટલાંક કારણો તેમજ સંજોગોની સહાયથી આ પૂર્વસંસ્કાર અથવા અન્ય જીવો સાથેનો પોતાનો સંબંધ મૃતિપટ ઉપર ઊપસી આવે છે અને વર્તમાન પ્રસંગ કે વર્તનાની કડીનું અનુસંધાન ભૂતકાળના કોઈ ભવના પ્રસંગ સાથે થઈ જાય છે. આ પ્રકારની સ્મૃતિ થવી તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. જેને જાતિસ્મરણજ્ઞાન થાય છે તેને પોતાના ગતભવોની વાતો તાજી થઈ જાય છે. ભૂતકાળમાં પોતે કોણ હતો, એ ક્યાં જન્મ્યો હતો, એની પાસે શું શું હતું, એને કોની કોની સાથે સંબંધ હતા વગેરે ઘણી વાતો, ઘણી વ્યક્તિઓ, ઘણા સંબંધો યાદ આવી જાય છે.
જાતિસ્મરણજ્ઞાનને સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારમાં વહેંચી શકાય છે. કોઈ અજાણ્યા અને અપરિચિત સ્થળે જવાનું થયું હોય અને અચાનક તે સ્થળ કે દશ્ય પરિચિત હોય એવું લાગે છે. કોઈ વખત કોઈ અજાણી વ્યક્તિ સામે આવતાં એકાએક અંદરના ઊંડાણમાંથી ભાવ ઊપસી આવે છે કે તેનો ચહેરો પરિચિત લાગે છે, તેને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. કોઈ વખત કોઈ પ્રસંગ અથવા વાત પોતે જાણેલી અથવા અનુભવેલી હોય એવો અંતરમાં ભાસ થાય છે. આ સર્વ જાતિસ્મરણજ્ઞાનના સામાન્ય પ્રકારમાં લેખાય છે. આ પ્રકારમાં કોઈ સ્થળ, વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગ માત્ર પોતાને પરિચિત હોય એમ લાગે છે. આ પરિચિતપણાના અનુભવના કારણરૂપ એવા પૂર્વભવોના પ્રસંગો જ્યારે સ્પષ્ટપણે સ્મૃતિમાં આવે ત્યારે તે જાતિસ્મરણજ્ઞાન વિશેષ પ્રકારમાં લેખાય છે. પૂર્વભવની સ્મૃતિમાં પોતાનું નામ, ગામ, કુટુંબીજનો, વિશિષ્ટ પ્રસંગો વગેરેની સ્મૃતિ તાજી થાય છે.
જેને વિશેષ પ્રકારનું જાતિસ્મરણજ્ઞાન પ્રગટ્યું હોય છે તેને પોતાના પૂર્વજન્મ નજર સામે દેખાય છે. પોતાના પૂર્વભવની ઘટનાઓ સિનેમાના પરદા ઉપર આવતાં ચિત્રોની જેમ આંખો સામે તરે છે. આંતર મન ઉપર જાણે આખું ચલચિત્ર શરૂ થઈ જાય છે. આત્માની નિર્મળતાના કારણે જાતિસ્મરણજ્ઞાન થયું હોય એવાં શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક દૃષ્ટાંતો છે. શ્રીમદ્ લખે છે કે –
મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org