________________
ગાથા-૫૫
૧૯૫
તે જણાય છે એ હાજરાહજૂર આત્માને ન સ્વીકારે એ કેવું જાણપણું કહેવાય? ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘આ તે હારું જ્ઞાન કેવું કહેવું? આ પ્રત્યક્ષ પ્રગટ દેખાતી જણાતી જ્ઞેય વસ્તુ તું પોતે જાણે છે, પણ તે આ છે એવું જ્ઞાન જેને થાય છે તે પ્રત્યક્ષ પ્રગટ દેખાતાજણાતા-અનુભવાતા જ્ઞાતા જ્ઞાયક આત્માને પોતાને જે તું પોતે છે તેને જાણતો નથી! આ તે હારું જ્ઞાન કેવા પ્રકારનું કહેવું? શું તે જાણનારો તું પોતે છે નહિ? શું હારું પોતાનું હોવાપણું અસ્તિત્વ છે નહિ? પ્રત્યક્ષ પ્રગટ જાણનાર-જોનારઅનુભવનાર જે તું પોતે જ પ્રગટ પ્રત્યક્ષ છો, તે જ આત્મા છે.'૧
જીવ પરને જાણે છે, પણ સ્વયંને જાણતો નથી. આ કેવી બાહ્ય જગતથી પરિચિત છે અને અંતરથી અપરિચિત છે! શું આના વિચિત્ર વાત બીજી કોઈ હોઈ શકે? પોતે જાણનાર આત્મા છે, પોતાનું જ જ્ઞાન નથી. તે ખાય છે, ફરે છે, સ્નાન કરે છે; બધાં તેને પોતાને પોતાનો જ બોધ નથી. ઝાડ, મકાન, આકાશ, પવન બધું તેને જણાય છે. તે તેની ચારે તરફની ચીજો પ્રત્યે સજાગ છે, પરંતુ જાણનાર પ્રત્યે સ્વયંના હોવા પ્રત્યે આત્માના અસ્તિત્વ પ્રત્યે બોધપૂર્ણ નથી. તે સમગ્ર સંસાર પ્રત્યે સજાગ હોય અને જો પોતાના પ્રત્યે સજાગ ન હોય તો એ બધી સજાગતા નિરર્થક છે. જાનમાં બધું જ હોય પણ જો વરરાજા ન હોય, તો એને જાન કોણ કહે?
1
-
Jain Education International
-
અનંત કાળમાં કદી સ્વલક્ષ કર્યું નથી, તેથી જીવને દૃશ્યમાં લુબ્ધતા છે અને અંતરમાં જાણનાર આત્મા છે તેની શ્રદ્ધા બેસતી નથી; માટે પ્રશ્ન થાય છે કે એવો જ્ઞાયકસ્વભાવી આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને જોયા વિના શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન ન કહેવાય? જાણ્યા-જોયા વગર એમ ને એમ કઈ રીતે માની લેવાય? પરંતુ જો જીવ વિચારે તો તેને પકડાય કે સર્વ શેયોને જાણનાર જ્ઞાનધારક પદાર્થ તે બીજું કોઈ નહીં પણ આત્મા છે. જે પણ જણાય છે તે શેના કારણે જણાય છે? એમ શોધ કરે તો આત્મા હાથમાં આવે. તે અંતરદૃષ્ટિ કરે તો સમજાય કે જ્ઞાન એ આત્માનું જ સ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે. જ્ઞાન કરવું એ તેનું કાર્ય છે. આત્મા સર્વને જાણનાર જ્ઞાયકસ્વભાવી પદાર્થ છે. જાણનારને જાણવાનું પડતું મૂકીને જીવ બીજું બધું જાણે છે, પણ જો જાણનાર પ્રત્યે ઉપયોગ વાળે તો આત્મા જણાય છે.
For Private & Personal Use Only
વિચિત્રતા છે! તે કરતાં પણ અધિક પણ તેને પોતાને
કામ કરે છે, પણ
આ પ્રમાણે માત્ર ઇન્દ્રિયગમ્ય પદાર્થોનો જ સ્વીકાર કરવો એ યોગ્ય નથી. શિષ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષ એવા ઘટ-પટાદિનું અસ્તિત્વ સ્વીકારે છે અને આત્માના હોવાપણા વિષે શંકા કરે છે. જો કે આત્મા ઇન્દ્રિયગોચર નથી, છતાં પણ જ્ઞાનની જે અનુભૂતિ થાય ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, 'રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૩૬
www.jainelibrary.org