________________
૧૯૪
ધર્મ છે. શ્રીમદ્ લખે છે
‘કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ‘ઊર્ધ્વતાધર્મ' તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે.’૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આત્મા જ જ્ઞાન ગુણનો ગુણી છે. જે જ્ઞાનયુક્ત છે તે આત્મા જ છે. આત્મા સ્વયં જ્યોતિસ્વરૂપ છે, સ્વપરપ્રકાશક છે, જ્ઞાનસ્વરૂપ છે. આત્મા સદા જ્ઞાનમય છે. આત્માના દરેક પ્રદેશે જ્ઞાન રહેલું છે. આત્મા જ્ઞાનથી પૂર્ણપણે વ્યાપ્ત હોવાથી આત્મા જ્ઞાનધન છે. જ્યાં આત્મા હોય ત્યાં જ્ઞાન હોય જ છે અને જ્યાં જ્ઞાન હોય ત્યાં આત્મા હોય જ છે. જ્ઞાનનો સ્રોત આત્મામાંથી જ વહે છે. આત્મા જ જોવા-જાણવાની ક્રિયા કરે છે. તે પોતાના જ્ઞાન ગુણ દ્વારા પદાર્થોને જાણે છે. તે ત્રણે કાળ પદાર્થોને જાણે છે. આત્મા જગતમાં વિદ્યમાન ન હોય તો ઘટ-પટ આદિ પદાર્થોનું જ્ઞાન જ ન થાય. ઘટપટ આદિ સંબંધી જ્ઞાન થાય છે, તેથી આત્માનું હોવાપણું છે, તેનો અભાવ નથી.
આમ, શિષ્યની આત્મવસ્તુના અસ્તિત્વ વિષેની શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે કે ઘડા આદિ પદાર્થોનું જ્ઞાન થવું એ જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. ઇન્દ્રિયગમ્ય પદાર્થોનું જ્ઞાન થતાં જ તે પદાર્થોને જાણનાર જ્ઞાનસ્વભાવરૂપ આત્માની સિદ્ધિ સ્વયમેવ થઈ જાય છે. આમ, જ્ઞાનાદિ સ્વરૂપવાળો આત્મા સિદ્ધ છે, છતાં પણ જીવ મોહદશામાં તેનો સ્વીકાર કરતો નથી. તે ઘટ-પટ આદિ જ્ઞેયના અસ્તિત્વને માને છે અને તેના જ્ઞાતા એવા આત્માનું અસ્તિત્વ નથી માનતો, તો તેના જ્ઞાન માટે શું કહેવું! જીવ બાહ્ય પદાર્થોને માને છે, પરંતુ તે પદાર્થોને જાણનાર એવા જ્ઞાયકને માને નહીં તો તેનું એ કેવું જ્ઞાન છે!
જેમ અરીસામાં પડતા પ્રતિબિંબને કોઈ માને અને અરીસાને ન માને, તેમ આત્મા દ્વારા બાહ્ય ઘટ-પટાદિ પદાર્થો જણાય છે તેને જીવ માને છે અને જેના કારણે તે જણાય છે તે સ્વપરપ્રકાશક ચેતનતત્ત્વ, તેને તે નથી માનતો! અરીસામાં દેખાતા પ્રતિબિંબને માને અને અરીસાને ન માને એ કેવું જાણપણું કહેવાય? તેમ ઘટ-પટ આદિ પરવસ્તુઓ આત્માના જ્ઞાનદર્પણમાં ઝળકે છે, તેને તો સરૂપે માને, પરંતુ જેમાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮ (પત્રાંક-૪૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org