________________
ગાથા – ૬૬
- ગાથા ૬૫માં શ્રીગુરુએ કહ્યું કે જડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ થાય ભૂમિકા
' એવો અનુભવ કોઈને ક્યારે, કદી પણ થવો સંભવે નહીં. ત્રણે કાળમાં જડ દેહમાંથી ચેતન આત્માની ઉત્પત્તિ થાય નહીં, કારણ કે જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે જ સદાકાળ રહે છે.
સંયોગમાત્રનો વિચાર કરતાં એવો કોઈ સંયોગ જણાતો નથી કે જેનાથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. આત્મા સંયોગનો જ્ઞાતા છે, સંયોગજન્ય નથી; તેથી અસંયોગી જ્ઞાયકસ્વભાવી આત્માની ઉત્પત્તિ જડ દ્રવ્યથી થઈ શકે એમ માનવું મિથ્યા છે એમ જણાવી, ગાથા ૬૪-૬૫ દ્વારા શ્રીગુરુએ આત્માનું અનુત્પન્નપણું સિદ્ધ કર્યું. હવે આ ગાથામાં આત્માના અનુત્પનપણાના આધારે આત્માનું અવિનાશીપણું સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે –
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; | ગાથા
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.” (૬૬) જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે અર્થ
થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય' છે. (૬૬)
કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬૬)
વૈજ્ઞાનિકો ગમે તેટલા પ્રયોગો કરે, ગમે તેટલી મથામણ કરે તો પણ કોઈ ભાવાર્થ
a] પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી; અર્થાત્ આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ ન હોય તેનો નાશ પણ કોઈ દ્રવ્યમાં થઈ શકે નહીં. આત્માનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર નથી થતું, તેથી એમ જણાય છે કે આત્મા એક નિત્ય પદાર્થ છે.
જે ઉત્પન્ન થાય છે તેનો નાશ થાય જ છે એવો નિયમ છે, અર્થાત્ સંયોગજન્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org