SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૮ ૮૫ નથી', ‘હું કંઈ જાણતો નથી'. પોતાના અજ્ઞાનના સ્વીકાર માટે ખૂબ હિંમતની જરૂર પડે છે, તેથી શિષ્ય બનવું એ અત્યંત કઠિન કાર્ય છે. વિદ્વાન બનવું સહેલું છે, પણ શિષ્ય બનવું અઘરું છે. શબ્દોનો સંગ્રહ કરવાથી વિદ્વાન બની શકાય છે અને તે સહેલું પણ છે; પરંતુ શિષ્ય બનવું કઠિન છે, કારણ કે તે માટે શીખવાની વૃત્તિની તેમજ અહં ઝુકાવવાની આવશ્યકતા છે. વિદ્વાનને ‘ક્રાંતિ’ કરવી છે, પણ અન્યમાં; અને તેથી તે દ્વારા તે પોતાના અહંનું જ પોષણ કરે છે; પરંતુ શિષ્યને અહંનો વિલય કરી, પોતાના જ અંતરમાં ક્રાંતિ જગાડવાની પ્રબળ ઇચ્છા હોય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય શીખવાની તૈયારીવાળો છે; સત્ય સમજવા અર્થે તે શ્રીગુરુ પાસે આવ્યો છે. તેને અંત૨પ્રતીતિ છે કે શ્રીગુરુ સાચા ઉપદેષ્ટા છે અને વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જ તેઓ બતાવશે. શ્રીગુરુની વાણીમાંથી પોતાને સત્ય તત્ત્વ લાધશે એવો તેને વિશ્વાસ છે. શ્રીગુરુ તેની શંકાઓનું સમાધાન કરશે એવી તેને શ્રદ્ધા છે. તેને સદ્ગુરુમાં આસ્થા છે અને સત્ય સમજવાની તાલાવેલી છે. શિષ્યનું વ્યક્તિત્વ પ્રગટ કરતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે ‘શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે. તે મારું અપમાન થશે, મારી મોટાઈ જશે, એવી શરમ ન રાખે. છાશ લેવા જવું અને વાસણ સંતાડવું એ કેમ બને? વિનયવંત અને તત્ત્વનો જિજ્ઞાસુ જ્ઞાનીનો વિનય પણ રાખે, બેધડક પ્રશ્ન પણ પૂછે અને સમજવાની ધીરજ પણ રાખે.'૧ શિષ્યનું અંતર સરળ છે, નિખાલસ છે, નિરભિમાની છે. તે સત્ સમજવાની રુચિવાળો છે. શ્રીગુરુ પાસે પોતાની શંકા ૨જૂ ક૨વાથી પોતાની માનહાનિ થશે તેવો ભાવ શિષ્યના અંતરમાં ઉદ્ભવતો નથી. તે કંઈ પણ છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી, સદ્ગુરુ સમક્ષ વિનયભાવે પોતાની શંકાઓ પ્રદર્શિત કરી સમાધાન આપવાની વિનંતિ કરે છે. તત્ત્વ સમજવા માટે તે ઊંડી વિચારણા કરે છે અને તર્કબદ્ધ દલીલો પણ કરે છે, પરંતુ તેને પોતાનો મત પકડી રાખવો નથી. તેને તત્ત્વનિર્ણય તો શ્રીગુરુ અનુસાર જ કરવો છે, તેથી શંકા નિવારણ માટે તે શ્રીગુરુને વિનંતિ કરે છે. પોતાની મૂંઝવણ પ્રગટ કરતી વખતે શિષ્યનો વિનય પ્રગટ જણાઈ આવે છે. તેની ઉત્કૃષ્ટ આત્માર્થિતા અને અદમ્ય જિજ્ઞાસાવૃત્તિ આંખે ઊડીને વળગે છે. તેની તર્કયુક્ત દલીલો જોતાં તે જિજ્ઞાસુ અને વિચારવાન છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. શિષ્યનો અભ્યાસ, તેના ચિંતનની ગહનતા, તેની નિષ્ઠા તેમજ ઝંખનાની બળવત્તરતા તથા પ્રશ્નો પૂછવાની તેની શૈલી, તેને વાચકના આદરનો અધિકારી બનાવે છે. સત્ય સમજવાની તેની અંતરંગ ભાવના વાચકમાં અપૂર્વ પ્રેરણા જગાડે છે. સત્ત્ને જાણવાની ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો, આઠમી આવૃત્તિ, પૃ.૧૮૭-૧૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy